Surendranagar,તા.02
વઢવાણ તાલુકાના એક ગામની સગીરાને એક શખ્સ લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરી ભગાડી જનાર આરોપીને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે કર્ણાટકાથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
વઢવાણ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની ૧૭ વર્ષની સગીરાને ગત તા.૫ મે ૨૦૨૪ના રોજ એક શખ્સ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરી ભગાડી ગયો હતો. જે અંગે સગીરાની માતાએ રામુ અયુપ્પા સિગરી (રહે.ગબુર તા.દેવદુર્ગ કર્ણાટક) સામે પોક્સો એકટ હેઠળ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પ્રાથમિક તપાસ સ્થાનિક પોલીસે કરી પરંતુ આરોપી નહીં ઝડપાતા કેસ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટેને સોંપાયા હતો. એન્ટી હ્યુમન ટ્રાફિકીંગની ટીમે તપાસ હાથ ધરતા આરોપીના મોબાઇલ લોકેશન કર્ણાટકાના ગબુર ખાતે મળી આવ્યું હતું. એક ટીમ બનાવી ત્યાં મોકલતા સગીરા સહિત તેને ભગાડી જનાર આરોપીને ઝડપી પાડી સુરેન્દ્રનગર ખાતે લાવી જોરાવરનગર પોલીસને સોંપવામાં આવ્યો હતો.