Junagadh,તા. ૨૮
જુનાગઢ માર્કેટીંગ યાર્ડના વેપારી સાથે થયેલ છેતરપીંડીનાગુનામાં છેલ્લા બે મહીનાથી નાસતા ફરતા આરોપી ટ્રક ડ્રાઇવરને અમદાવાદ ખાતેથી જુનાગઢ એ ડીવીઝન પોલીસે દબોચી લીધો હતો.
જુનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ જુનાગઢ માર્કેટીંગ યાર્ડના વેપારી સાથે થયેલ છેતરપીંડીના ગુનાનો આરોપી ગુન્હો કરી જુનાગઢથી નાશી ગયેલ હોય અને છેલ્લા બે મહિનાથી નાસતા ફરતો હોય તેઓને શોધી કાઢવા એ ડિવિઝન પો.ઈન્સ. વિ.જે.સાવજની સુચનાથી પો.કોન્સ. જીગ્નેશભાઇ શુકલ એ ટેકનીકલ સોર્સ આધારે તપાસ કરતા આ આરોપી અમદાવાદ અસ્સલાલી ખાતે હોવાની હકીકત મળતા પો.કોન્સ. નિતીનભાઇ હિરાણી તથા નરેન્દ્રભાઇ બાલસની ટીમ બનાવી અમદાવાદ ખાતે જિલ્લામાં મોકલેલ, જ્યાં આ ટીમે હોલ્ટ રહી, પોતાની આગવી સુઝ બુઝ અને શુધ્ધ બુધ્ધીથી હ્યુમન સોર્સ ઉભા કરી સતત પ્રયત્નશીલ અને અથાગ મહેનત કરી, આરોપી રૂપસીંગ ઉર્ફે છોટેલાલ ફુલસીંહ યાદવ (રહે.બીરીયા ડેરાપુર, જી.કાનપુર, ઉતરપ્રદેશ) ને અમદાવાદ જીલ્લાના અસ્લાલી ખાતેથી પકડી પાડી, જુનાગઢ પોલીસ સ્ટેશનમાં લાવતા આરોપીની ધોરણસર અટક કરવામાં આવેલ છે. અને આ કામેની આગળની તપાસ પો.સબ.ઇન્સ વાય.એન.સોલંકી એ હાથ ધરેલ છે.

