મહુવા તાલુકાના તરેડી વાલાવાવ રોડ પર સરકારના જમીન વિકાસ નિગમ દ્વારા પી.ડી.લાઇટ એનજીઓના સહયોગથી વર્ષ-૨૦૦૫માં મોટું તળાવ બનાવ્યું હતું.તળાવ બનવાથી તરેડી,વાલાવાવ,માળવાવ,સથરા વિગેરે ગામોના પાણીના તળ ઉંચા આવવાથી ખેતીપાકોમા વધારો થવાની સાથોસાથ અને અનેક જીવોને પીવાનું પાણી મળતું થયું હતું. પરંતુ, તા.૭ ઓગષ્ટ ૨૦૨૩ના રોજ વરસાદના કારણે આ તળાવનો પાળો તૂટી ગયો હતો. તે અંગે ગ્રામજનોએ સંબંધિત વિભાગનેે લેખિત જાણ કરી હતી. જોકે જીલ્લા પંચાયતના સિંચાઇ શાખાના ઇજનેરે એક ફદીયાની ગ્રાટ નથી તેવું રટણ રટયું હતું અને ગ્રામ પંચાયતને મનરેગા યોજના હેઠળ કામ કરવા ભલામણ કરતા થોડું કામ થયું પણ ગત ચોમાસામાં એટલે કે તા.૧૭ જુન,૨૦૨૪ના રોજ વરસાદના પાણીથી બીજી વખત પાળો તુટવાથી મીઠું પાણી દરીયામા જતું રહ્યું હતું.જે અંગે ફરી સિંચાઈ વિભાગને જાણ કરાયા બાદ એક મહિના પછી સિંચાઇ વિભાગના મુખ્ય અધિકારીએતેની ટીમ સાથે સર્વે કરી પંચરોજકામ કર્યું હતું. જો કે, આ સર્વે અને રોજકામના આઠ મહિના વિતી ગયા છે છતાં હજું તેનું રિપેરિંગ શરૂ થયું નથી,તેવામાં તળાવ રિપેરિંગનું કામ સાત દિવસમાં શરૂ કરવાની માંગ સાથે ખેડૂત કલ્યાણ સમિતિના ચેરમેને મહુવાના સિંચાઈ વિભાગને આવેદન પાઠવી માંગ કરી હતી. અને સાત દિવસમાં કામગીરી શરૂ નહી થાય તો જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગ અને કારોબારીના ચેરમેનની કચેરીને તાળાં મારવાની સંગઠનના પ્રદેશ પ્રમુખે ચીમકી ઉચ્ચારી હતી.
Trending
- Junagadh: કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૫ ના વોર્ડ પ્રમુખો માટે સેન્સ લેવાશે
- ખાડા ગઢ Junagadh માં ભાજપના ચિન્હ કમળના ચિત્રને ઊંધું રાખી નવતર વિરોધ કરાયો
- Ardoi નો ઉપસરપંચ છું તમારે મને પૂછ્યા વગર તાસ કાઢો છો તેમ કહી બે યુવકને માર માર્યા
- Jasdan નજીક ગાંજા ના જથ્થા સાથે નામચીન જશવંત સદાદિયા ઝડપાયો
- Dhoraji નજીક યુવકનું ડમ્પરની ઠોકરે કાળનો કોળિયો
- Keshod ના અગતરાઈ ગામેં છૂટાછેડાના 10 લાખ માંગી ધમકી અપાતા યુવકનો આપઘાત
- Rajkot: ESI કોર્ટનો 50% ડેમેજીસ ભરવાનો હુકમ મંજૂર
- Rajkot: કેવલમ ક્વાર્ટરમાં જુગાર રમતા સાત પત્તા પ્રેમી ઝડપાયા