Surendranagar,તા.02
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ગેરકાયદેસર કાચા તેમજ ૫ાકા દબાણો દુર કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે રતનપર ભોગાવો નદીના કાંઠે ગેરકાયદેસર બનાવવામાં આવેલ પાકા મકાનો સહિતના દબાણો તંત્ર દ્વારા દુર કરવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર મનપાની હદમાં છેલ્લા ઘણા સમયથી ખાનગી તેમજ સરકારી જમીનો પર કાચા અને પાકા દબાણો થયા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે જેને ધ્યાને લઈ તંત્ર દ્વારા વર્ષો જુના દબાણો દુર કરવાની કામગીરી હાથધરવામાં આવી રહી છે. આજે રતનપર વિસ્તારમાં ભોગાવો નદીના કાંઠે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ અંદાજે પાંચથી વધુ પાકા મકાનોના દબાણો જેસીબી વડે તોડી પાડવામાં આવ્યા હતા. આ તકે જોરાવરનગર પોલીસ કાફલો તેમજ પીજીવીસીએલની ટીમને પણ સાથે રાખી ગેરકાયદેસર વિજજોડાણો દુર કરવામાં આવ્યા હતા. દબાણ હટાવવાની કામગીરી દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ૫૦થી વધુ પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ તેમજ સુરેન્દ્રનગર મામલતદાર સહિતની ટીમ ઉપસ્થિત રહી હતી.