Amreli,તા.10
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં 5 નવેમ્બરની મોડી રાત્રે લગ્નના ફુલેકામાં ઘોડીને ટ્રેક્ટર અડી જતા થયેલી બબાલમાં એકની હત્યા થઇ હતી, જ્યારે 10 જેટલા લોકોને ઇજાઓ પહોંચી હતી. આ મામલે બંને પક્ષે સામસામે 50થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. રાત
ફુલઝર ગામમાં પાટીદારો પર અસામાજિક તત્વો દ્વારા કરાયેલા હિંસક હુમલો અને ત્યારબાદ ખોટી રીતે કેસ કરાયાના આક્ષેપોને લઈને સુરતના પાટીદારો મેદાને પડ્યા છે. આ મામલે એક વિશાળ અને મહત્ત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં પાટીદારો સામે લાગેલી 307ની કલમ નહીં દૂર કરવામાં આવે તો સુરતથી ફુલજર જવાની પણ તૈયારીઓ કરી લીધી છે.
આ બેઠકમાં સામેલ થયેલા અલ્પેશ કથિરીયા સંબોધન કરતા કહ્યું કે, પરિસ્થિતિ સુધારવા માટે ખાલી દિવાળીથી દિવાળી ગામ જઈએ ન ચાલે. મહિના-બે મહિને આપણે ગામની કમિટીની રચના કરવી પડશે. કોઈ સંગઠન-બંગઠનની જરૂર નથી.
તમારા ગામનું પોતાનું સંગઠન, મારા ગામનું મારું સંગઠન. આમાં કોઈ બીજા સંગઠનની જરૂર નથી.એકતા દાખવવાની જરૂર છે.એકતા આમ ન થાય. એકતા માટે સહકાર આપવો પડે, પૈસા આપવા પડે, મદદગારીમાં નામ આવે તો સાથે જેલ જવું પડે, ત્યારે એકતા થાય. આમાં ક્યારે કોની ઘરે ક્યાં આફત આવે ને કોના ડેલે ક્યાં કોનું હથિયાર ઊભું થાય નક્કી રહેતું નથી.
જેમ તમે એમ કહો છો કે આનું આમ થઈ ગયું અને આપણે એટલી મહેનત કરીને તોય આ છૂટી ગયો, એમ આપણેય છૂટી જઈએ. એકવાર ઘા કરી લેવાનો, ઈ છૂટે એમ આપણે છૂટી જઈએ, એમાં કંઈ નવું નથી હોતું.પણ વારે વારે આપણા જ લોકો ઊંચા થાય ઈ પ્રવૃત્તિમાં ઘણા મોટા સમયે નુકસાન થશે.
હજી હું કહું છું કે મારો હેતુ ગામમાં કોઈ પણ પ્રકારની અશાંતિ ફેલાવવાનો નથી. પરંતુ વારે વારે સહન કરવું, એવા ગામોમાં સંગઠનો ઊભા થવા જોઈએ, આ તકે જયસુખભાઈ લુણાગરીયા, વિજયભાઈ માંગુકીયાએ પણ ગુનામાં 307ની કલમ લગાડી છે. તે તદ્દન ખોટી છે. આ અંગે અમે ઉચ્ચ લેવલે રજૂઆત કરીશું.

