Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar: હથિયાર સાથેના ફોટા અને વીડિયો પોસ્ટ કરતા ૪ નબીરાઓને સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ઝડપી પાડ્યા

    June 20, 2025

    Jamnagar: મેઘપર ગામમાંથી એક યુવાન બાઈક સાથે લાપત્તા બન્યો: પોલીસ દ્વારા શોધખોળ

    June 20, 2025

    Jamnagar: શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આયોજિત માઁ ખોડલની શોભાયાત્રાનો થયો પ્રારંભ

    June 20, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar: હથિયાર સાથેના ફોટા અને વીડિયો પોસ્ટ કરતા ૪ નબીરાઓને સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ઝડપી પાડ્યા
    • Jamnagar: મેઘપર ગામમાંથી એક યુવાન બાઈક સાથે લાપત્તા બન્યો: પોલીસ દ્વારા શોધખોળ
    • Jamnagar: શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આયોજિત માઁ ખોડલની શોભાયાત્રાનો થયો પ્રારંભ
    • Jamnagar: પોલીસનો ઘોડીપાસાના જુગાર અંગે દરોડો: ચાર શખ્સો પકડાયા; એક ફરાર
    • Jamnagar: મહાનગર પાલિકાની જનરલ બોર્ડ ની બેઠક પહેલાં વિરોધ પક્ષના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા નો નવતર વિરોધ
    • Jamnagar: રેતી ભરેલું ડમ્પર પાણીની પાઇપલાઇન માટે ખોદેલા ખાડામાં ખુંપી જતાં ટ્રાફિક જામ થયો
    • Jamnagar: લીમડાલેન- લાલ બંગલા રોડ પર સિટી બી. ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ
    • Nifty Futures ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘Housefull 5’ માટે બજેટ જેટલી કમાણી કરવી પણ મુશ્કેલ : ‘Thug Life’ પણ ફ્લોપ રહી
    મનોરંજન

    ‘Housefull 5’ માટે બજેટ જેટલી કમાણી કરવી પણ મુશ્કેલ : ‘Thug Life’ પણ ફ્લોપ રહી

    Vikram RavalBy Vikram RavalJune 20, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.20
    તાજેતરમાં થિયેટરોમાં રિલીઝ થયેલી ફિલ્મોનું કલેક્શન સતત ઘટી રહ્યું છે. જેમાં બોલિવૂડની ‘હાઉસફુલ 5’, સાઉથની ફિલ્મ ‘ઠગ લાઇફ’ અને હોલિવૂડની ‘હાઉ ટુ ટ્રેન યોર ડ્રેગન’ સામેલ છે. ગુરુવારે બોક્સ ઓફિસ પર આ ફિલ્મોએ કેવું પ્રદર્શન કર્યું, તે આપણે આ અહેવાલમાં વિગતવાર જાણીશું.

    ’હાઉસફુલ 5’ની કમાણીએ નિરાશ કર્યા 
    અક્ષય કુમાર, અભિષેક બચ્ચન અને રિતેશ દેશમુખની ફિલ્મ ‘હાઉસફુલ 5’ જબરદસ્ત પબ્લિસિટી સાથે રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પહેલા દિવસે 24 કરોડની જબરદસ્ત કમાણી સાથે અપેક્ષાઓ વધારી દીધી હતી. પરંતુ ટૂંક સમયમાં જ ફિલ્મની કમાણીમાં ઘટાડો થવા લાગ્યો.

    ગુરુવારે આ ફિલ્મનું ટર્નઓવર 2.75 કરોડ રૂપિયા હતું, જે બુધવારે 4.25 કરોડ રૂપિયાના અડધાથી પણ ઓછું હતું. સોમવારે આ આંકડો 3.75 કરોડ રહ્યો હતો.

    એકંદરે ’હાઉસફુલ 5’એ અત્યાર સુધીમાં 168 કરોડની કમાણી કરી છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે, 225 કરોડના બજેટને ધ્યાનમાં લેતાં આ કમાણીથી ફિલ્મ માટે કોઇ ફરક પડતો નથી. હાલ બજેટ જેટલી કમાણી કરવી એક પડકાર છે.

    કમલ હાસનની ઠગ ઓફ લાઈફે દર્શકોને નિરાશ કર્યા 
    તો બીજી તરફ કમલ હાસનની ફિલ્મ ‘ઠગ લાઇફ’ પણ બોક્સ ઓફિસ પર ખરાબ પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મનું બજેટ 200 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ ફિલ્મે અત્યાર સુધીમાં માત્ર 47.73 કરોડની કમાણી કરી છે. 15મા દિવસે ગુરૂવારે આ ફિલ્મે માત્ર 21 લાખ રૂપિયાની કમાણી કરી હતી.

    જે ખૂબ જ ઓછી છે. દર્શકોએ આ ફિલ્મની સ્ટોરીને નબળી ગણાવી છે, જ્યારે કમલ હાસનના અભિનયના વખાણ થયા હતા. મણિરત્નમ દિગ્દર્શિત આ ફિલ્મને ઘણી અપેક્ષાઓ હતી પરંતુ દર્શકોને ખાસ આકર્ષવામાં નિષ્ફળ નીવડી હતી.

    ‘હાવ ટુ ટ્રેન યોર ડ્રેગન’ નું સ્થિર પ્રદર્શન 
    હોલિવૂડની “હાઉ ટુ ટ્રેન યોર ડ્રેગન” 13 જૂને રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 2010માં આવેલી આ જ નામની એનિમેટેડ ફિલ્મનું લાઇવ-એક્શન વર્ઝન છે. શરૂઆતથી જ તેની કમાણી સરેરાશ રહી છે. પહેલા દિવસે 2.15 કરોડ રૂપિયાની કમાણી કરનારી આ ફિલ્મે પહેલા રવિવારે પોતાનો શ્રેષ્ઠ દિવસ પસાર કર્યો હતો, જ્યારે તેણે 4.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

    બુધવારે આ ફિલ્મનું ટર્નઓવર 91 લાખ રૂપિયા હતું, જ્યારે ગુરુવારે આ આંકડો 95 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. એકંદરે આ ફિલ્મે અત્યાર સુધીમાં 15.41 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે તેની વાર્તા અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સથી પ્રેક્ષકોને અમુક હદ સુધી જકડી રાખ્યાં છે.

    આ સમયે ‘હાઉસફુલ 5’ અને ‘ઠગ લાઇફ’ બંને ફિલ્મોને બોક્સ ઓફિસ પર પોતાનો ખર્ચ વસૂલ કરવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. ‘હાઉસફુલ 5’ની શરૂઆતની ચમક ફીકી પડી ગઈ છે, ત્યારે ‘ઠગ લાઈફ’ દર્શકોને ખાસ પ્રભાવિત કરી શકી નથી.

    તેનાથી વિપરીત, હોલિવૂડની “હાઉ ટુ ટ્રેઇન યોર ડ્રેગન” ધીમે ધીમે  કરી રહી છે, પરંતુ તે પોતાનું સ્થાન જાળવી રહ્યું છે. આગામી દિવસોમાં આ ફિલ્મો પોતાની કમાણી વધારી શકે છે કે નહીં તે જોવું રસપ્રદ બની રહેશે.

    'Thug Life' also flopped Housefull-5
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Akshay Kumar’s ‘Kesari 2’ ના નિર્માતાઓ સામે એફઆઇઆર નોંધાઈ

    June 19, 2025
    મનોરંજન

    ગર્ભવતી Kiara માટે યશે મોટું પગલું ભર્યું, ટોક્સિકના શૂટિંગમાં મોટા ફેરફારો કર્યા

    June 19, 2025
    મનોરંજન

    હૈદરાબાદમાં કાશી, દિગ્દર્શકે Mahesh Babuની ફિલ્મ માટે નવું બનારસ બનાવ્યું

    June 19, 2025
    મનોરંજન

    અભિષેક બચ્ચનની વિચિત્ર પોસ્ટ, મેં મારા પ્રિયજનોને બધું આપ્યું

    June 19, 2025
    મનોરંજન

    કોઈના જેવા બનવાની જરૂર નથી, Kajol તેના બાળકોને જીવન માટે ઘણા મહત્વપૂર્ણ પાઠ આપ્યા

    June 18, 2025
    મનોરંજન

    Rashmika Mandanna અને વિજય દેવેરાકોંડા એક જ કારમાં રવાના થયા

    June 18, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar: હથિયાર સાથેના ફોટા અને વીડિયો પોસ્ટ કરતા ૪ નબીરાઓને સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ઝડપી પાડ્યા

    June 20, 2025

    Jamnagar: મેઘપર ગામમાંથી એક યુવાન બાઈક સાથે લાપત્તા બન્યો: પોલીસ દ્વારા શોધખોળ

    June 20, 2025

    Jamnagar: શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આયોજિત માઁ ખોડલની શોભાયાત્રાનો થયો પ્રારંભ

    June 20, 2025

    Jamnagar: પોલીસનો ઘોડીપાસાના જુગાર અંગે દરોડો: ચાર શખ્સો પકડાયા; એક ફરાર

    June 20, 2025

    Jamnagar: મહાનગર પાલિકાની જનરલ બોર્ડ ની બેઠક પહેલાં વિરોધ પક્ષના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા નો નવતર વિરોધ

    June 20, 2025

    Jamnagar: રેતી ભરેલું ડમ્પર પાણીની પાઇપલાઇન માટે ખોદેલા ખાડામાં ખુંપી જતાં ટ્રાફિક જામ થયો

    June 20, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar: હથિયાર સાથેના ફોટા અને વીડિયો પોસ્ટ કરતા ૪ નબીરાઓને સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ઝડપી પાડ્યા

    June 20, 2025

    Jamnagar: મેઘપર ગામમાંથી એક યુવાન બાઈક સાથે લાપત્તા બન્યો: પોલીસ દ્વારા શોધખોળ

    June 20, 2025

    Jamnagar: શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આયોજિત માઁ ખોડલની શોભાયાત્રાનો થયો પ્રારંભ

    June 20, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.