Dolasa,તા.06
ડોળાસાના ખેલાડીએ ભારત તરફથી નેતૃત્વ કરી ઓમાન ખાતે હેન્ડ બોલની રમતમાં જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપી આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિધ્ધિ પ્રાપ્ત કરી છે.
કોડીનાર તાલુકાના ડોળાસા ગામની જેન્સી કાનાબારની જૂનિયર ટેનિસ સ્પર્ધામાં પસંદગી થયા બાદ વધુ એેક ખેલાડીએ ડોળાસાનું ગૌરવ વધાર્યું છે. ડોળાસાના વતની અને હેન્ડબોલ ટીમના કેપ્ટન ધ્રુવ નિલેશભાઇ જાદવે ઓમાન ખાતે રમાયેલી ટૂર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ભારતીય ટીમને વિજય અપાવ્યો છે. આ પૂર્વે આસામના ગોવાહાટી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની હેન્ડ બોલ ટૂર્નામેન્ટમાં ભારતનાં 23 રાજયોની ટીમોએ ભાગ લીધો હતો તેમાં ગુજરાતની ટીમે ધ્રુવ જાદવની રાહબરી હેઠળ શાનદાર દેખાવ કરી ગુજરાતને વિજયી બનાવ્યું હતું.