Ahmedabad,તા.25
ગુજરાતનું ગીફટ સીટી એ નાણાકીય સાથે શૈક્ષણિક હબ પણ બનવા જઈ રહ્યું છે અને વિશ્વની અનેક યુનિ.ઓ ગીફટ સીટીમાં તેના કેમ્પસ સ્થાપવા જઈ રહી છે તેથી ફાયનાન્સ અને ટેક એજયુકેશન હબ તરીકે તે નામના મેળવશે. ગીફટ સીટીમાં 120 ફુટનું ‘બોદ્ધવૃક્ષ’ જે નવું શીખવાની પ્રેરણા આપે છે તે પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
આ કોઈ વૃક્ષ નહી પણ દેશની પ્રથમ આંતરરાષ્ટ્રીય વર્ટીકલ યુનિ. પણ હશે. જે જ્ઞાનના એક ટાવરીંગ સિમ્બોલ જેવું બાંધકામ હશે. એક અતિ આધુનિક ઈમારતમાં ઉચ્ચ શિક્ષણ જે ટેકનોલોજી આધારિત હશે તે ધબકશું. 5178 સ્કવેર મીટરમાં આ ઈમારત પથરાયેલી હશે અને કુલ 10.8 લાખ સ્કવેર મીટરનું બાંધકામ હશે. અહી વિશ્ર્વની પાંચ યુનિ.ના કેમ્પસ હશે.
જે ફાયનાન્સ ફીનટેક- સિસ્ટમ મેનેજમેન્ટ અને મેનેજમેન્ટના પાઠ ભણાવાશે. 120 મીટર ઉંચા આ ટાવરમાં 5000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તે યોજના છે. આ બિલ્ડીંગના બાંધકામ માટે આંતરરાષ્ટ્રીય આર્કિટેકચર ડિઝાઈન માટે તૈયારી છે.
જેમાં જર્મની સ્થિત બ્લોશર પાર્ટનર કંપની એ તેમાં વિજેતા થઈ છે અને ટુંક સમયમાંજ બાંધકામ શરૂ થશે. આ ટાવર એ ભારતની પૌરાણિક શિક્ષણ પદ્ધતિનું પણ પ્રતિક જેવું હશે. જેમાં વર્ટીકલ ફોર્મેટમાં ગુરૂ-શિષ્ય પરંપરા પ્રદર્શિત થશે.
ગીફટ સીટીના એમડી અને સીઈઓ સંજય કૌલહા જણાવ્યું કે આ ગીફટ સીટીની એક વધુ ઉંચી ઉડાન હશે અને વૈશ્ર્વિક જ્ઞાન-સંશોધનનું કેન્દ્ર બનશે. એક જ વર્ટીકલ ઈકોસીસ્ટમ દેશના નાણાકીય ટેકનોલોજી અને અર્થતંત્રનું ગ્રોથ એન્જીન બનશે. અહી વિશ્ર્વની શ્રેષ્ઠ યુનિ. શ્રેષ્ઠ શિક્ષણ આપનારા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સર્જન કરશે.
જેમાં કલાસરૂમ, લેકચર, થિયેટર સેમીનાર-રૂમ ખાસ લેખ, આધુનિક, ડીઝીટલ ફિઝીકલ લાયબ્રેરી ઉપરાંત વિદ્યાર્થીઓ માટે પેન્ટ્રી ફીટનેસ સેન્ટર- ડાઈનીંગ ઝોન, બુક સ્ટોર, લોન્જ વિ. સુવિધા હશે.

