Morbi,તા.07
બાળકી હેમખેમ મળી આવતા પરિવારને રાહત મળી, પોલીસે તપાસ ચલાવી
હળવદનો ભરવાડ પરિવાર ધાર્મિક પ્રસંગ હોવાથી જેતપર ગામે આવ્યો હતો જ્યાં પાંચ વર્ષની બાળકી ભાગ લેવા ગયા બાદ ગુમ થઇ હતી જેથી પોલીસે અપહરણની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી બાળકી ગાળા ગામ નજીકથી મળી આવતા પરિવારને સોપવામાં આવી છે તેમજ પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
હળવદના કુંભાર દરવાજા બહાર રહેતા મુનાભાઈ દુદાભાઈ ગોલતર નામના યુવાને અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી મુનાભાઈ પરિવાર સહીત જેતપર ગામે સગા રણછોડભાઈના ઘરે માતાજીનો માંડવો હોવાથી તા. -૦૬ ના રોજ સવારથી જેતપર ગામે આવ્યા હતા દીકરી જીયાંશી (ઉ.વ.૫) અને બંને દીકરા પત્ની પાસે હતા બપોરે જમણવાર સમયે પત્નીને પૂછતાં દીકરી જીયાંશી ભાગ લેવા પૈસા લઇ ગયા બાદ પરત આવી નથી કહેતા તપાસ કરી હતી પરંતુ જીયાંશી મળી આવી ના હતી રામજી મંદિરનો સીસીટીવી કેમેરા ચેક કરતા જીયાંશી એકલી ફરતી જોવા મળી હતી તેમજ પીજીવીસીએલ ઓફીસ આવેલ હોય જ્યાં સીસીટીવી કેમેરા ચેક કરતા જીયાંશી એકલી ભરવાડ સમાજ વાડી તરફ જતી જોવા મળી હતી જેથી પિતાએ બાળકીનું કોઈ અજાણ્યો ઇસમ અપહરણ કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવી હતી
મોરબી તાલુકા પોલીસે અપહરણની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી તાલુકા પીઆઈ અને પીએસઆઈ સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી જેમાં બાળકી ગાળા ગામના પાટિયા પાસેથી મળી આવી હતી જેથી બાળકી પરિવારને પરત સોપવામાં આવી છે તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે ખરેખર બાળકીને કોઈ ઉઠાવી ગયું હતું કે પછી બાળકી જાતે એકલી જતી રહી હતી તે દિશામાં વધુ તપાસ ચલાવી છે તેમજ બાળકી સાથે કશું અજુગતું નથી બન્યું ને તે અંગે પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે