Mumbai તા.5
રૂપેરી પરદાના દેશભકત હીરો મનોજકુમારના આજે અંતિમ સંસ્કાર કરાયા હતા. અંતિમ સંસ્કાર પુર્વે તેમના આવાસે તેમના પાર્થિવદેહના અંતિમ દર્શન રખાયા હતા.
આજે સવારે 9.30 વાગ્યે દિવંગત મનોજકુમારના પાર્થિવદેહને મુંબઈની કોકીલાબેન અંબાણી હોસ્પિટલથી તેમના આવાસે લાવવામાં આવ્યો હતો. જયાં અંતિમ દર્શન અને પ્રાર્થના યોજાયા હતા.તેમના અંતિમ દર્શન માટે બોલીવુડના અભિનેતા ધર્મેન્દ્ર, પ્રેમ ચોપડા, પુનમ ધિલોન સહિતના ફિલ્મ કલાકારો અને આમજનો પહોંચ્યા હતા. જયાં તેમણે દિવંગત મનોજકુમારને શ્રદ્ધાંજલી આપી હતી. મનોજકુમારના નિધન પર બોલીવુડના શાહરુખખાન સહિત ત્રણેય ખાનોએ સોશિયલ મીડીયામાં શ્રદ્ધાંજલિ આપી હતી.દિવંગત મનોજકુમારના પવન હંસ સ્મશાન ઘાટ, જુહુમાં અંતિમ સંસ્કાર કરાયા હતા ત્યારે વાતાવરણ શોકમય બની ગયું હતું.