Indonesiaતા.20
માઉન્ટ સેમેટ, જવાળામુખી બુધવારે સવારે ફાટયો હતો. આ જવાળામુખી ઈન્ડોનેશિયાની સૌથી વધુ વસ્તી ધરાવતા ટાપુ પર આવેલો છે. જવાળામુખીમાં અનેક વિસ્ફોટો બાદ હાઈ લેવલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ટુરિસ્ટ ડેસ્ટીનેશન બાલીથી લગભગ 310 કિલોમીટર પશ્ચિમમાં પુર્વી જાવામાં મૌજૂદ માઉન્ટ સેમેરુમાં લોકલ ટાઈમ મુજબ બુધવારે લગભગ 2 વાગ્યે આ જવાળામુખી ફાટયો હતો. બપોરથી સાંજ દરમિયાન પર્વત પરથી લાવા અને ગેસના મિકસચરવાળી ગરમ રાખી નીકળતી હતી.
પોતાના ઢાળથી 7 કિલોમીટર નીચે સુધી આવી ગઈ હતી. રાખના ગરમ વાદળો સપાટીથી બે કિલોમીટર ઉંચે સુધી ઉઠયા હતા. વિસ્ફોટોના કારણે અને ગામો રાખથી ઢંકાઈ ગયા બાદ ત્યારબાદ અધિકારીઓએ જવાળામુખીનું એલર્ટ લેવલ વધારીને સૌથી ઉંચુ કરી દીધું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ જવાળામુખી ફાટવાથી હાલ જાનહાનીના કોઈ સમાચાર નથી. રાખના ગોટેગોટા 13 કિલોમીટર સુધી ઉપર પહોંચ્યા હતા.
ઈન્ડોનેશિયાઈ સરકારે લોકોને સાવધાની રાખવાની અપીલ કરી હતી અને માઉન્ટ સેમેરુના ક્રેટર કે શિખરના 8 કી.મી.ના ક્ષેત્રમાં કોઈપણ એકટીવીટી ન કરે.

