પાનની દુકાને મસાલો ખાવા ગયેલા યુવાન પર હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા!
Jamnagar,તા.23
જામનગર શહેરમાં અને ખાસ કરીને પટેલ કોલોની વિસ્તારમાં કુખ્યાત દિવલા ડોન નો ત્રાસ યથાવત રહ્યો છે, અને સમયાંતરે તેની સામે તકરાર અંગે ની પોલીસ ફરિયાદ થતી રહે છે. પોલીસ તેને પકડીને જેલ હવાલે કરે છે પરંતુ જેલમાંથી છૂટ્યા બાદ તરત જ પોતાનું કરતુત બહાર આવીને બતાવે છે. તવોજ એક બનાવ ગઈકાલે રાત્રે બન્યો હતો. જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા ભદ્રેશભાઈ તુલસીભાઈ ગોકાણી (૪૬) કે જે પટેલની વિસ્તારમાં આવેલી એક પાનની દુકાને પાન મસાલો ખાવા માટે ગયા હતા, જ્યાં દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો ડોન મંગળસિંહ ચૌહાણ કે જે ત્યાં ધસી આવ્યો હતો, અને વિના કારણે ભદ્રેશભાઈ સાથે જીભાજોડી કર્યા બાદ ઉસકેરાઈ ગયો હતો, અને પોતાની પાસે રહેલા લાકડાના ધોકા વડે ભદ્રેશભાઈના માથામાં તેમજ હાથ માં ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી, અને ભાગી છુટ્યો હતો. ભદ્રેશભાઈ ને પ્રાથમિક સારવાર આપ્યા બાદ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં દીવલા ડોન સામે ફરિયાદ નોંધાવતાં સીટી બી. ડિવિઝન ના પી.એસ.આઇ. જે.પી. સોઢા તેને શોધી રહ્યા છે.