Morbi,તા.04
ભાજપ અને કોંગ્રેસ બંનેએ પરિપત્ર રદ કરવા પ્રસ્તાવ મુક્યો
પરિપત્રમાં વહીવટી સુચનાનો અમલ જ કરવામાં આવ્યો : ડીડીઓ
મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભા આજે જીલ્લા પંચાયત પ્રમુખ અને ડીડીઓના અધ્યક્ષસ્થાન મળી હતી જેમાં બાંધકામ અંગેના પરિપત્રનો શાસક અને વિપક્ષે એકસૂરે વિરોધ નોંધાવી પરિપત્ર રદ કરવાનો પ્રસ્તાવ કર્યો હતો જે પરિપત્ર સરકારની વહીવટી સુચનાઓનું પાલન હોવાનું જીલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું જોકે આજની સામાન્ય સભામાં હંગામો જોવા મળ્યો હતો
જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં ૭૦૭ કરોડના વિકાસકામોને મંજુરીની મહોર લાગી હતી પ્રમુખના નિવાસ સ્થાને વિવિધ સાધનો ખરીદી સહીત ૧૬ જેટલા મુદાઓને બહાલી આપવામાં આવી હતી અને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં રહેલ બચત રકમ ૬ કરોડની છે તેમાં ૧૦ ટકા અનામત રાખી વિકાસ કામોમાં ફાળવવા મંજુરી આપવામાં આવી હતી ઉપરાંત બેઠકમાં બાંધકામ પરિપત્રનો વિરોધ કરવામાં આવ્યો હતો ચેરમેન અજય લોરિયાએ જણાવ્યું હતું કે ચુંટણીમાં ક્યાં મોઢે ગામડે જવું નવા પરિપત્ર અનુસાર સરપંચની સહીથી બાંધકામ મંજુરી મળતી નથી પરિપત્ર અનુસાર તલાટીએ અરજી સરકારી એન્જીનીયરને આપી નિયમોનુસાર પ્લાન છે કે નહી તેની સ્ક્રુટીની કરાવી બાદમાં ઠરાવ અર્થે મૂકી મંજુરી આપવાની રહે છે નવા પરિપત્ર બાદ અરજીઓ પેન્ડીંગ હોવાનો પ્રશ્ન રજુ કરાયો હતો
બેઠકમાં ગૌચરની જમીન કેટલી છે તેવો પ્રશ્ન પૂછાયો હતો દર સામાન્ય સભામાં ગૌચર જમીનનો પ્રશ્ન ઉઠાવાય છે પરંતુ જીલ્લા પંચાયતે કોઈ કાર્યવાહી કરી નથી તેમજ ગેરકાયદે પવનચક્કી, નાની સિંચાઈ હસ્તકના તળાવમાં થાંભલા હટાવવા મુદે ચર્ચા થઇ હતી જીલ્લા પંચાયતમાં યોગ્ય સફાઈ ના થવી તેમજ કર્મચારીના પગારમાં અનિયમિતાને કારણે ઉમા એજન્સીને બ્લેક લીસ્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો આજે ભારે હંગામા બાદ સામાન્ય સભા પૂર્ણ થઇ હતી બાંધકામ પરિપત્રનો શાસક અને વિપક્ષે એકસૂરે વિરોધ નોંધાવ્યો હતો ત્યારે પરિપત્રમાં સરકારની સુચનાઓનો અમલ થતો હોવાનો જવાબ ડીડીઓએ આપ્યો હતો