Rajkot,તા.8
રાજકોટ શહેરમાં આજરોજ પણ બળબળતી બપોર યથાવત રહેવા પામી હતી. જેથી લોકો ભયંકર તાપથી ત્રસ્ત બની ગયા હતા. સ્થાનિક હવામાન કચેરી અનુસાર આજે બપોરે 2-30 કલાકે રાજકોટનું તાપમાન 43.8 ડીગ્રી નોંધાયુ હતું. અને હવામાં ભેજ 21 ટકા, રહેવા પામ્યો હતો. જયારે પવનની ઝડપ 6 કિ.મી. પ્રતિકલાકની રહેવા પામી હતી.
આ ઉપરાંત આજરોજ સવારે 8-30 કલાકે શહેરનું તાપમાન 27.4 અને લઘુતમ તાપમાન 23.8 ડિગ્રી નોંધાવા પામ્યું હતું. તેમજ સવારે હવામાં ભેજ 75 ટકા રહ્યો હતો. અને પવનની સરેરાશ ઝડપ 10 કી.મી. રહેવા પામી હતી.
દરમ્યાન હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ આગામી તા.10 સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ક્ચ્છમાં મહતમ તાપમાન 42થી 44 ડીગ્રી વચ્ચે જળવાઈ રહેશે. જો કે તા.10 બાદ ફરી પવનની દિશા બદલાવાની શકયતા છે. આથી તાપમાનમાં આંશિક ઘટાડો થશે.