નશીલા પદાર્થો ને ૧૧૦૦ સેલ્સિયસ ડિગ્રી તાપમાને ભઠ્ઠીમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી સળગાવી દેવાયો
Rajkot,તા.23
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા ની સૂચના ને પગલે શહેરમાંથી 34 ગુનામાં ઝડપાયેલું19, 85લાખનુ કેફી દ્રવ્યો નું વૈજ્ઞાનિક પદ્ધતિથી ભચાઉ નજીક નાશ કરવામાં આવ્યો હતો. વધુ વિગત મુજબ રાજકોટ શહેર ડ્રગ્સ ડીસ્પોઝલ કમિટીએ અલગ અલગ ગુનાઓમાં જપ્ત કરાયેલ 19.85 લાખની કિંમતના માદક પદાર્થોનો નાશ કર્યો છે. જેમાં ગાંજો, બ્રાઉન સુગર કફ સીરપની ચરસ મેક ડ્રોન, ભાંગ, , કોકેઈન, ભાંગ, પોષ ડોડા સહિતનો જથ્થો સામેલ હતો. આ મુદ્દામાલને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે 1100° સેલ્સિયસ તાપમાને ભઠ્ઠીમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી સળગાવી દેવાયો હતો.ડ્રગ્સ ડીસ્પોઝલ કમિટી દ્વારા ગેરકાયદેસર રીતે જપ્ત કરાયેલ માદક પદાર્થોના મોટા જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. રાજકોટમાં અલગ અલગ પોલીસ સ્ટેશન ની હદમાંથી પકડાયેલા એન.ડી.પી.એસ. (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) મુદ્દામાલ નષ્ટ કરાયો હતો.આ કાર્યવાહીમાં ગાંજો, ભાંગની ગોળીઓ, પોષ ડોડા પાવડર, પોષ ડોડા, હેરોઈન અને કોકેઈન જેવા વિવિધ પ્રકારના ડ્રગ્સનો સમાવેશ થાય છે,આ તમામ મુદ્દામાલનો નાશ તારીખ 23 5 25 ના રોજ સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ નવા કટારીયા તાલુકો ભચાઉ ખાતે કરવામાં આવ્યો હતો આ કામગીરીમાં ડ્રગ ડિસ્પોઝલ કમિટી ના અધ્યક્ષ નાયબ પોલીસ કમિશનર સજ્જનસિંહ પરમાર, એસીપી ક્રાઈમ બીબી બસીયા,એસઓજી પી આઈ એસ એમ જાડેજા, એ માર્ગદર્શન આપ્યું હતું કુલ ૩૪ ગુનામાં પકડાયેલા માદક પદાર્થોનું નિકાલ કરવામાં આવ્યું હતું