Washington,તા.01
અમેરિકાને ફરી જગત-જમાદાર જેવી ભૂમિકામાં મુકવા માટે હવે ટેરીફ વોર પણ છેડનાર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના બીજા કાર્યકાળના પ્રથમ ઘરઆંગણાની મોટી કટોકટીનો સામનો કરી રહ્યા છે. ગઈકાલે અમેરિકી એન્ડીમાં શાસક-રીપબ્લીકન અને વિપક્ષ ડેમોક્રેટીક વચ્ચે ટ્રમ્પ સરકારના ખર્ચ બિલ અંગે કોઈ સમજુતી નહી સર્જાતા અને રાષ્ટ્રપતિએ રજુ કરેલા વધારાના ખર્ચને મંજુરીનો ખરડો સેનેટે 55-45 મતોએ ફગાવી દેવા અમેરિકા તેના પાંચમા સૌથી મોટા શટડાઉનનો સામનો કરી રહ્યું છે.
આ ખરડો આમ કરાવવા માટે સેનેટમાં 60 મતો તેની તરફેણમાં પડવા જરૂરી છે પણ જે રીતે ટ્રમ્પ શાસનમાં વિપક્ષ ડેમોક્રેટીક પર આકરા પગલા લેવાઈ રહ્યા છે તેથી વિપક્ષે હાલ આ ખરડો રોકીને ટ્રમ્પ શાસનને નવી મુશ્કેલીમાં મુકયુ છે અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ જો ખરડાને મંજુરી ન અપાય તો દેશમાં વ્યાપક લે-ઓફ આપવાની ચીમકી આપી છે.
તે અમેરિકી સમય મુજબ બુધવાર મધરાતથી અમલ થઈ જશે. હજું આ ખરડો મંજુર કરાવવા છેલ્લી ઘડીના પ્રયાસો થઈ રહ્યા છે. ડેમોક્રેટીક પક્ષે આક્ષેપ કર્યો છે કે ટ્રમ્પ સરકાર હેલ્થકેર સબસીડી અને અન્ય પ્રાથમીકતાઓને નજર અંદાજ કરી રહી છે અને હવે પ્રમુખ ટ્રમ્પે જ નિર્ણય લેવાનો છે.
અમેરિકામાં એફોર્ડેબલ કેર એકટ (જેને ઓબામા કેર તરીકે પણ ઓળખવામાં આવે છે) તેમાં લાખો લોકોની બાદબાકી કરી છે તે રદ કરવા ઉપરાંત જે દવાના ભાવ વધારાયા છે તે પણ પરત ખેચી લેવા માંગણી કરી છે પણ પ્રમુખ ટ્રમ્પે ઝૂકવાના બદલે લે-ઓફને તમો અપનાવશે અને તે માટે ડેમોક્રેટ જવાબદાર હશે તેવી ચીમકી આપી છે.
જો વાસ્તવિક લે-ઓફ આવે તો 1.50 લાખ લોકો આ સપ્તાહમાંજ નોકરી ગુમાવશુ જે 80 વર્ષનો સૌથી મોટો શટડાઉન હશે. અગાઉ જ અમેરિકામાં મસ્ક નીતિથી હજારોએ નોકરી ગુમાવી હતી. શટડાઉનના કારણે સૈન્ય-સરહદી દળો અને એર ટ્રાફિક કંટ્રોલર જ ફરી ડયુટી પર ગણાશે અને તેઓને પણ શટડાઉન પુરુ થાય ત્યાં સુધી પગાર નહી મળે.
સાત વર્ષ પછી આ પ્રથમ વખત શટડાઉન થશે. અગાઉ ટ્રમ્પ શાસનમાંજ 2018માં 34 દિવસનું શટડાઉન થયુ હતું. ટ્રમ્પ આ સ્થિતિનો ફાયદો ઉઠાવી મોટી સંખ્યામાં કાયમી નોકરી રદ કરી શકે છે.
જેમાં ગેરજરૂરી કર્મચારીઓને પહેલા રજા પર ઉતારી દેવાય જેના કારણે બગીચાઓ વિ. સરકારી મનોરંજન સ્થળો પહેલા બંધ થશે. શિક્ષણ વિભાગમાં 90% કર્મચારીઓની છટણી થશે. અમેરિકામાં હેલ્થકેર હેઠળ 2.4 કરોડ ગરીબ અમેરિકનોને લાંબી મોટી અસર થશે તથા અનેક સરકારી સેવા ખોરવાશે.