નિતીન મુછડીયા ને અમદાવાદ અને આનંદ કાળુ મુછડીયા ને વડોદરા જેલમાં ધકેલવામાં આવ્યા
Rajkot,તા.28
શહેર ના જિલ્લા ગાર્ડન ચોક પાસે નવી ધાચી વાડ વિસ્તારમાં રહેતા નિતીન રવી મુછડીયા અને આનંદ રવિ મુછડીયા સામે પોલીસ કમિશનરે પાસાનું શસ્ત્ર ઉગામી બંને ભાઈઓને વડોદરા અને અમદાવાદ જેલમાં ધકેલતા ગુનેગારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં અવારનવાર શરીર સંબધી ગુન્હા કરતા માથાભારે શખ્સ ને ભવિષ્યમાં ગુન્હા કરતા અટકાય જે સંબધે શખ્સો વિરૂધ્ધ પાસા ની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે સંબધે પોકેટ કોપ તથા ઈ.ગુજકોપ માં ગુન્હાહીત ઇતિહાસ ચેક કરી શરીર સંબધી ગુન્હા કરવાની ટેવવાળા ઇસમ વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપવામાં આવતા પોલીસ કમીશનર બ્રજેશ કુમાર ઝા એ આપેલી સૂચનાને પગલે પીસીબી શાખા દ્વારા પોકેટ કોપ અને ઈ ગુજકોપ ની મદદથી શહેરના કે જિલ્લા ગાર્ડન ચોક નજીક નવી કાચી વાર શેરી નંબર બેમાં રહેતો નિતીન રવજી ઉર્ફે રવિ મુછડીયા સામે એ ડિવિઝન પોલીસ મથકમાં હુમલો દારૂ અને બી ડિવિઝન પોલીસ મથકમાં જાહેરનામાની જ્યારે આનંદ ઉર્ફે કાળુ રવિ મુછડીયા નામના શખ્સ સામે એ ડિવિઝન પોલીસ મથકમાં દારૂ, ધમકી, મારામારી અને થોરાળા પોલીસ મથકના હત્યા ના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાથી બંને શખ્સો સામે પાસાની કરેલી દરખાસ્તને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા એ મંજૂરી ની મહોર મારતા પીસીબી શાખા દ્રારા પાસા વોરંટ ઇશ્યુ કરતા જે વોરંટ ની એ.ડીવીજન પોલીસ સ્ટેશન ના પી આઈ આર જી બારોટ અને પી.એસ.આઇ કે એમ વડનગર અને એ.એસ.આઇ બીવી ગોહિલ દ્રારા બજવણી કરી નિતીન મુછડીયા ને અમદાવાદ જેલમાં અને આનંદ કાળુ મુછડીયા ને વડોદરા જેલમાં ધકેલવામાં આવ્યા છે.