Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Nepal ના ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી સુમનાએ આરએસપી છોડી દીધી, સુશીલા કાર્કીના મંત્રીમંડળમાં જોડાઈ શકે છે

    September 15, 2025

    Texas માં ભારતીય મૂળના નાગરિકની હત્યા પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે

    September 15, 2025

    Ananya Panday એ માલદીવ વેકેશનની હોટ તસવીરો શેર કરી, પોતાની પેઇન્ટિંગ કુશળતા બતાવી

    September 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Nepal ના ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી સુમનાએ આરએસપી છોડી દીધી, સુશીલા કાર્કીના મંત્રીમંડળમાં જોડાઈ શકે છે
    • Texas માં ભારતીય મૂળના નાગરિકની હત્યા પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે
    • Ananya Panday એ માલદીવ વેકેશનની હોટ તસવીરો શેર કરી, પોતાની પેઇન્ટિંગ કુશળતા બતાવી
    • Anurag Kashyap વિરાટ કોહલીની બાયોપિક નહીં બનાવે, તે પહેલાથી જ ઘણા લોકો માટે હીરો છે
    • Amaal Malik પર ’ખરાબ સ્પર્શ’નો આરોપ લગાવવા બદલ નેહા ચુડાસમાને ભારે કિંમત ચૂકવવી પડી, ફરાહ ખાન ગુસ્સે થઈ
    • ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર યુવા મોરચા‌ દ્વારા નશામુક્ત ભારત માટે યુવાનો લગાવશે દોડ
    • Rajkot તારી દુકાનનું દૂધ પીવાથી મારો ભાણેજ બિમાર પડ્યો કહી ,સુપરમાર્કેટમાં તોડફોડ
    • Rajkot: Ano Thai Spa માં કુટણખાનાનો પર્દાફાશ કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»કાલથી લોર્ડઝમાં India and England વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ
    ખેલ જગત

    કાલથી લોર્ડઝમાં India and England વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ

    Vikram RavalBy Vikram RavalJuly 9, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Lord,તા.09

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલથી લોર્ડઝના મેદાન પર ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચનો શુભારંભ થવા જઇ રહ્યો છે. શ્રેણીની  પ્રથમ ટેસ્ટ ભારતે 5 વિકેટે ગુમાવ્યા બાદ એજબેસ્ટન ટેસ્ટમાં ભારતે 336 રને શાનદાર વિજય પ્રાપ્ત કરીને શ્રેણીને 1-1થી બરોબરી પર લાવી છે. જયાં ભારતને 58 વર્ષોમાં એક પણ વિજય નસીબ થયો ન હતો. ત્યાં ભારતે ઇતિહાસ રચી દીધો.

    આ અગાઉ ભારતે અહીં 8 ટેસ્ટ મેચો રમી હતી જેમાંથી 7માં પરાજીત થયું હતું. માત્ર 1 ટેસ્ટ ડ્રો થઇ હતી. 1967થી 2022 સુધી આ મેદાન ભારત માટે કમનસીબ સાબિત થતું રહ્યું હતું પરંતુ હવે આ મેદાન ગૌરવનું પ્રતિક બની રહ્યું.

    આ વિજય સાથે ભારતે એ સાબિત કર્યુ છે કે, તે ટીમ કોઇ પણ મેદાન પર કોઇ પણ પરિસ્થિતિમાં અને ગમે તે ટીમ સામે વિજય મેળવી શકવાની પૂરેપૂરી ક્ષમતા ધરાવતી ટીમ બની ચુકી છે. આ વિજય સાથે લોર્ડઝમાં ભારતના વિજયની સંભાવના પણ વધારી દીધી છે કારણ કે તે ટેસ્ટમાં જસપ્રિત બુમરાહ ટીમમાં પરત ફરશે.

    મોહમ્મદ સિરાઝનું ફોર્મ, આકાશદીપની ધુંઆધાર ગોલંદાજી અને બુમરાહનું પરત થવું ભારતનું ઝડપી ગોલંદાજી આક્રમણ વધુ સ્ટ્રોંગ થઇ જશે. આ ટેસ્ટમાં આકાશદીપે 10 તથા સિરાઝે 6 વિકેટો ઝડપીને ઇંગ્લીશ બેટધરોને ધ્રુજાવી નાખ્યા હતા. અલબત પ્રથમ દાવમાં છઠ્ઠી વિકેટથી 303 રનની ભાગીદારી ભારતના વિજય માટે થોડી મુશ્કેલ જણાતી હતી. પરંતુ આકાશદીપે બધુ બરાબર કરી નાખ્યું.

    ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટમાં જસપ્રિત બુમરાહની શાનદાર ગોલંદાજી ઉપરાંત પાંચ-પાંચ સદીની ઘટના નોંધાઇ હોવા છતાં ભારત ફિલ્ડીંગની નબળાઇને પરિણામે તથા છેલ્લા દિવસે ગોલંદાજોની નિષ્ફળતા ભારતના પરાજય માટે નિમીત બની હતી પરંતુ બીજી ટેસ્ટમાં શુભમન ગિલની અફલાતુન 269 તથા 161 રનની મેચ વિનીંગ શતકીય ઇનિંગ્ઝ ભારતના વિજય માટે મહત્વની બની ગઇ.

    એ મેચમાં સુકાની ગિલને તેના ઐતિહાસિક પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ બનાવ્યો હતો. તે ઇંગ્લેન્ડમાં બેવડી સદી નોંધાવનાર અને પ્રથમ એશિયન અને ભારતીય સુકાની બન્યો હતો.

    શુભમન ગિલે એક બેટધર તરીકે ટીમને મજબુતાઇ અપાવી, અલબત ફિલ્ડીંગની સજાગતા અને ગોલંદાજીમાં નિર્ણાયક ભજવી છે. ગિલે એક ટેસ્ટમાં બેવડી સદી અને સદી ફટકારનાર વિશ્વનો 9મો ખેલાડી બની ગયો છે. સુનિલ ગાવાસ્કર પછી તે આ સિધ્ધિ નોંધાવનાર કુલ બીજો ભારતીય બની ગયો છે.

    ગાવસ્કરે 1971માં વિન્ડીઝ વિરૂધ્ધ પ્રથમ દાવમાં 124 અને બીજા દાવમાં 220 રન બનાવ્યા હતા. એવામાં ગિલ 54 વર્ષનાં લાંબાગાળા બાદ આવી સિધ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય બન્યો છે.

    ગિલના મતે ટીમના બધા ખેલાડીઓ પુરા આત્મવિશ્વાસ સાથે રમી રહ્યા છે જે લોર્ડઝમાં ટીમની તરફેણમાં પરિણામ લાવશે. હવે જયારે આવતીકાલથી લોર્ડઝમાં ત્રીજો ટેસ્ટ રમાશે ત્યારે શુભમન ગિલનો લક્ષ્યાંક જીત તરફી જ રહેશે તેમાં બેમત નથી. ભારતીય ટોપ-ફાઇવ બેટધરો સંપૂર્ણપણે કમાન્ડમાં છે. ઉપરાંત રવિન્દ્ર જાડેજાની નિર્ણાયક બેટીંગ ટીમને મજબુતાઇ કરવામાં નિર્ણાયક બની રહી છે.

    બીજા ટેસ્ટમાં આકાશદીપના ઘાતક ગોલંદાજી ઇંગ્લીશ બેટધરો માટે મુશ્કેલ સર્જી રહી છે. ઉપરાંત લોર્ડઝમાં બુમરાહની એન્ટ્રી ગોલંદાજી ક્ષેત્રને વધુ મજબુત બનાવશે સિરાઝ, બુમરાહ અને આકાશદીપની ત્રેવડી જોડી ટીમને ચોકકસ વિજય અપાવવા કમર કસશે તેમાં બેમત નથી.

    લોર્ડઝના મેદાન પર અત્યાર સુધી કુલ 19 ટેસ્ટ મેચો રમાઇ છે, જેમાંથી ભારતે પણ 3 ટેસ્ટ જીતી છે, જયારે ઇંગ્લેન્ડે 12 ટેસ્ટમાં વિજય પ્રાપ્ત કર્યો છે. 4 ટેસ્ટ ડ્રો થઇ છે. ભારતે કપિલદેવ, વિરાટ કોહલી અને ધોનીના નેતૃત્વમાં વિજય પ્રાપ્ત કર્યા છે.

    ભારતે 1986માં 5 વિકેટે 2014માં 95 રને અને 2021માં 151 રને વિજય પ્રાપ્ત કર્યા છે. આ મેદાન પર જો રૂટે 22 ટેસ્ટમાં 2022 રન બનાવ્યા છે, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 200 રનનો રહ્યો છે, અહીં તેણે સૌથી વધુ 5 સદીઓ નોંધાવી છે.  જયારે ઇંગ્લેન્ડનાં નિવૃત થયેલા એન્ડરસને લોર્ડઝમાં 29 ટેસ્ટમાં કુલ 123 વિકેટો ઝડપી છે.

    ટુંકમાં ભારતે લોર્ડઝ ટેસ્ટ જીતીને શ્રેણી પર મજબુત પકકડ મેળવવાની છે ખેલાડીઓએ ઓવર કોન્ફીડન્સમાં રહેવા જેવું નથી. ભારતમાં બેટધરોમાં યશસ્વી જયસ્વાલ, ગિલ, રાહુલ અને પંત તો જબરદસ્ત ફોર્મમાં છે.

    તો ઇંગ્લેન્ડ તરફથી બેનડકેટ, પોપ રૂટ, બ્રુક, સ્ટોકસ સારી ઇનિંગ્ઝો રમી શકવાની ક્ષમતા ધરાવે છે. ભારત તરફથી ગોલંદાજોએ ફરી બીજી ટેસ્ટનું પુનરાવર્તન કરવાની જવાબદારી નિભાવવાની છે.

    India and England played at Lord Test-series third Test match
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Anurag Kashyap વિરાટ કોહલીની બાયોપિક નહીં બનાવે, તે પહેલાથી જ ઘણા લોકો માટે હીરો છે

    September 15, 2025
    ખેલ જગત

    W.P.P અને I.T.W. ફ્રન્ટ – ઓફ – જર્સી ક્રિકેટ સ્પોન્સર શિપની રેસમાં અત્યારે છે ?

    September 15, 2025
    ખેલ જગત

    Jasprit Bumrah હવે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 92 વિકેટ લીધી

    September 15, 2025
    ખેલ જગત

    Hockey Asia Cup: મહિલા એશિયા કપ હોકી ફાઇનલમાં ભારતીય ટીમ હારી ગઈ

    September 15, 2025
    ખેલ જગત

    Pakistan ને ભારતીય ટીમનું આ વર્તન ન ગમ્યું અને તેની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી

    September 15, 2025
    ખેલ જગત

    Team India એ હાથ ન મિલાવતા શોએબ અખ્તરનું દર્દ છલકાયું

    September 15, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Nepal ના ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી સુમનાએ આરએસપી છોડી દીધી, સુશીલા કાર્કીના મંત્રીમંડળમાં જોડાઈ શકે છે

    September 15, 2025

    Texas માં ભારતીય મૂળના નાગરિકની હત્યા પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે

    September 15, 2025

    Ananya Panday એ માલદીવ વેકેશનની હોટ તસવીરો શેર કરી, પોતાની પેઇન્ટિંગ કુશળતા બતાવી

    September 15, 2025

    Anurag Kashyap વિરાટ કોહલીની બાયોપિક નહીં બનાવે, તે પહેલાથી જ ઘણા લોકો માટે હીરો છે

    September 15, 2025

    Amaal Malik પર ’ખરાબ સ્પર્શ’નો આરોપ લગાવવા બદલ નેહા ચુડાસમાને ભારે કિંમત ચૂકવવી પડી, ફરાહ ખાન ગુસ્સે થઈ

    September 15, 2025

    ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર યુવા મોરચા‌ દ્વારા નશામુક્ત ભારત માટે યુવાનો લગાવશે દોડ

    September 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Nepal ના ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી સુમનાએ આરએસપી છોડી દીધી, સુશીલા કાર્કીના મંત્રીમંડળમાં જોડાઈ શકે છે

    September 15, 2025

    Texas માં ભારતીય મૂળના નાગરિકની હત્યા પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે

    September 15, 2025

    Ananya Panday એ માલદીવ વેકેશનની હોટ તસવીરો શેર કરી, પોતાની પેઇન્ટિંગ કુશળતા બતાવી

    September 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.