ત્રણ માસ પૂર્વે જેતપુરની યુવતી સાથે સગપણ કર્યું’તુ
Rajkot, તા.૨૯
રાજકોટના વિછીયા તાલુકાના સનાડી ગામે કાંતિભાઈ હરિયાણીની વાડીએ રહેતા યુવાને સગાઈ તૂટી જવાનું માઠું લાગી આવતા ઝેર પીધું.પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથધરી છે.
રાજકોટના વિછીયા તાલુકાના સનાડી ગામે કાંતિભાઈ હરિયાણીની વાડીએ રહેતા કરણભાઈ અર્જુનભાઈ નાયક (ઉં.વ.20) નામના યુવકે વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકની સગાઈ ત્રણ માસ પૂર્વે જેતપુરની યુવતી સાથે થઈ હોય,બાદમાં યુવતીએ ગઈ કાલે સગાઈ તોડી નાખવાનું કહેતાં સહન ન થઈ શકતા યુવકે ઝેર પી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે વીંછિયા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી તપાસ હાથ ધરી છે.વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ યુવક ત્રણ બહેનો અને ત્રણ ભાઈઓમાં મોટો છે.અને ખેતી કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે.