Mehsana,તા.૨૭
મહેસાણા જિલ્લાના લીંચ ગામમાં આવેલા પૌરાણિક મંદિરમાં થયેલી ચોરીની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. તસ્કરોએ રાત્રીના અંધારાનો લાભ લઈને ગામના બે મુખ્ય મંદિરો, ચામુંડા માતાજી મંદિર અને અંબાજી માતાજી મંદિરને નિશાન બનાવ્યા હતા. ચોરીની સમગ્ર ઘટના મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ, લીંચ ગામના ગ્રામજનો જ્યારે સવારે પૂજા-અર્ચના માટે મંદિરે પહોંચ્યા ત્યારે તેમને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. તસ્કરોએ મંદિરના મુખ્ય દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તેમનો મુખ્ય લક્ષ્ય માતાજીને અર્પણ કરાયેલા ચાંદીના છત્તરો હતા. તસ્કરોએ બંને મંદિરોમાંથી કુલ નાના-મોટા ચાર ચાંદીના છત્તરોની ચોરી કરી હતી. આ છત્તરોની ધાર્મિક અને આર્થિક મૂલ્ય ઘણું વધારે છે. આ ઘટનાથી ભક્તોની આસ્થાને મોટો આઘાત લાગ્યો છે અને ગામ લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.
સૌથી અગત્યની વાત એ છે કે, મંદિરમાં લાગેલા અદ્યતન સીસીટીવી કેમેરામાં ચોરીની સમગ્ર ઘટનાના દૃશ્યો સ્પષ્ટપણે કેદ થયા છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે મોડી રાત્રે કેટલાક અજાણ્યા શખ્સો ચહેરો છુપાવવાનો પ્રયાસ કરતા મંદિરમાં પ્રવેશે છે અને ચોક્કસ જગ્યાએ રાખેલા ચાંદીના છત્તરોને નિશાન બનાવીને ચોરી કરે છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફૂટેજમાં તસ્કરોની સંખ્યા, તેમનો પહેરવેશ અને ચોરી કરવાની તેમની રીતભાત સ્પષ્ટ દેખાય છે. આ ફૂટેજ હવે ચોરને પકડવા માટેનું મુખ્ય અને મજબૂત સાબિતી બન્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આ ધાર્મિક સ્થાનમાં થયેલી ચોરીની ગંભીર ઘટના બાદ મંદિરના પૂજારી અને ગ્રામજનો દ્વારા તાત્કાલિક લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સ્થાનિક પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરીને તેમજ અન્ય ઝ્રઝ્ર્ફ ફૂટેજોની મદદથી તસ્કરોને પકડવાની કવાયત હાથ ધરી છે. ધાર્મિક સ્થળોને નિશાન બનાવતા આવા તત્વોને ઝડપથી પકડીને સજા કરવામાં આવે તેવી ગામલોકોની માંગ છે.
આ ઘટનાએ ફરી એકવાર ધાર્મિક સ્થળોની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા છે. ઝ્રઝ્ર્ફ ફૂટેજ ચોક્કસપણે પોલીસને ગુનેગારો સુધી પહોંચવામાં મદદરૂપ થશે, પરંતુ ગામ લોકો ઈચ્છી રહ્યા છે કે પોલીસ તુરંત ચાંદીના છત્તરો પુનઃપ્રાપ્ત કરીને તેમને મંદિરમાં પાછા મૂકાવે.
લાંઘણજ પોલીસની ટીમે ઝ્રઝ્ર્ફ ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ટૂંક સમયમાં ચોરીનો ભેદ ઉકેલાઈ જવાની શક્યતા છે.

