પોલીસે ગણતરીની કલાકોમાં તસ્કરો અને ચોરીનો માલ ખરીદનાર બે વેપારીઓને પણ દબોચી લીધા : રૂ.8.42 લાખનો મુદામાલ જપ્ત
Rajkot,તા.24
મેટોડામાં પીવીસી પાઈપની કંપનીમાંથી થયેલ લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો હતો અને પોલીસે છ તસ્કર અને બે વેપારીને દબોચી લઈ મુદામાલ રિકવર કરવાં તજવીજ આદરી હતી. પીવીસી પાઈપ ફિટિંગનું રૂ8.42 લાખનું રો-મટીરીયલ ચોરી તસ્કરો નાસી છૂટ્યા હતાં. પોલીસે તસકરો પાસેથી રૂપિયા 8.42 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો
બનાવ અંગે રાજકોટમાં જીવરાજ પાર્કમાં અંબીકા ટાઉનશીપમાં રહેતાં ધર્મેશભાઈ અશોકભાઈ સતારા (ઉવ.43) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે,
ગઇ તા.24/04/2025 ના તેઓ નોકરી ઉપર આવેલ ત્યારે કંપનીના સ્ટોર રૂમમા ઇન્ચાર્જ આકાશ યાદવએ જણાવેલ કે, હું ગઇ તા.23/04/2025 ના રાત્રીના સ્ટોર રૂમના શટરને તાળુ મારી ઘરે ગયેલ અને બીજા દિવસે સવારના નોકરી ઉપર આવેલ અને સ્ટોર રૂમમા માલ સામાન લેવા માટે ગયેલ ત્યારે જોયેલ તો સ્ટોર રૂમના શટરનુ તાળુ તુટેલ જેથીે સ્ટોર રૂમમાં જઇ ચેક કરતા તેમાં રાખેલ બ્રાસ પાઇપ ફીટીંગનું રો- મટીરીયલ્સની અલગ અલગ 23-બેગીઓ જેમા એક બેગીમાં 40-કીલો, કુલ-920 કીલો જેમા એક કીલો બ્રાસ પાઇપ ફીટીંગના રો-મટીરીયલની કિંમત રૂ।07 મળી કુલ રૂ7,42,440 નું રો-મટીરીયલ્સ જણાય આવેલ નહીં. અંગેની ફરીયાદ પરથી મેટોડા જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ આદરી હતી અને સ્ટાફને મળેલ ચોક્કસ બાતમીના આરોપી યશવિન ખીમજી ઝાલા રહેઠાણ મેટોડા ગોપાલ હીરા ચૌહાણ રામ માનસમની મિશ્રા દેવીદાસ જુના રામ રામદેવપોત્રા (રહે. તમામ મેટોડા જીઆઇડીસી), ધર્મેન્દ્ર ભીખા રાઠોડ પૃથ્વી મહેશ ચૌહાણ (રહે. વિરડા વાજડી) તેમજ આરોપીઓ પાસેથી ચોરીનો માલ ખરીદનાર ગુરુકૃપા મેટલ કાસ્ટ નામની કંપનીના ઉપેન્દ્ર મહેન્દ્ર ગણાત્રા (રહે. નવલનગર શેરી નંબર ત્રણ અને સુરેશ ઉકા અકબરી (રહે. આસ્થા રેસિડેન્સી પાસે ગુંજન ટાઉનશીપ) ને દબોચી રૂ.8 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ આદરી હતી.