New Delhi, તા. 8
ભારતમાં તબીબો દ્વારા લખાતી પ્રિસ્ક્રીપ્શન વાંચવા પણ એક અઘરા ગણિત કોયડા જેવું છે અને તે સમયે દેશમાં બનાવટી દવાનું પણ મોટુ બજાર છે. પરંતુ તેની સાથોસાથ ડ્રગ્સ બાબતે આપણી સમજ પણ અત્યંત ઓછી છે ઘરમાં અનેક એવી દવાઓ મોજુદ હોય છે જેની એકસપાયરી ડેટ બહાર પણ તે આપણી અલમારીઓમાં મોજુદ રહે છે.
હાલમાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા દેશના લોકોને એક સલાહમાં 17 પ્રકારની દવાઓ જે ઘરમાં જો ઉપયોગ વગરની પડી હોય કે એકસપાયરી ડેટ તેની આવી ગઇ હોય તો તે દવાઓને ઘરની બહાર ફેંકી દેવાને બદલે તેને ફલશમાં વહાવી દેવાનું જણાવી દેવાયું છે કારણ કે આ પ્રકારની દવાએ ભૂગર્ભ જળ સહિતની જમીનને પણ નુકસાન કરી શકે છે.
આ દવાઓમાં અનેક પેઇનકલીરનો પણ સમાવેશ થાય છે જયારે મુખ્યત્વે Funtanyl, Tramadol, Diazepim નો સમાવેશ થાય છે. આ પ્રકારની 17 દવાઓની યાદી ઓથોરીટી દ્વારા જાહેર કરવામાં આવી છે.
ઘરની બહાર ફેંકી દેવાતી દવાઓ ભૂલે ચૂકે જો અન્ય વ્યકિત તેનો ઉપયોગ કરે તો તે ઘાતક બની શકે છે અને દવાઓના નિકાલ માટે સૌથી શ્રેષ્ઠ વ્યવસ્થા તેને ફલશમાં વહાવી દેવાની છે અને દવાઓ જમીન કે પાણીમાં ભળી જાય તો તે પાણીને પણ પ્રદુષિત કરી શકે છે અને જમીનને પણ નુકસાન કરી શકે છે.
આ પ્રકારની દવાઓ મેડીકલ સ્ટોરમાં પણ આપતા સમયે તે એકસપાયરી ડેટની ચકાસણી થાય છે. સરકારે વધારાની દવાઓ મેડીકલ સોર્સ દ્વારા જે તે નિયમો હેઠળ પરત લેવી તે તેની ફરજ બનાવી છે પરંતુ તેમાં હજુ પણ આપણે જાગૃતિ આવી નથી અને ઘરમાં બિનજરૂરી દવાનો સતત સ્ટોક રહે છે અનેક વખત સામાન્ય જ્ઞાનના આધારે તેનો અન્ય વ્યકિત પર પણ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તે પણ ઘાતક બની શકે છે.
હાલમાં જ યમુના નદીના પાણીમાં સેમ્પલીંગ સમયે તેમાં ઘાતક દવાઓના અંશ પણ મળ્યા હતા જે બાદ જાણવા મળ્યું કે હોસ્પિટલો તેમજ મેડીકલ સ્ટોર પણ અનેક વખત દવાનો નિકાલ નદીમાં ફેંકીને કરે છે જે પણ ઘાતક બની શકે છે.
17 દવાઓને ફલશમાં વહાવો
ડ્રગ્સ કંટ્રોલ ઓથોરીટીએ 17 પ્રકારની જે દવાઓને ફલશમાં વહાવવાની ભલામણ કરી છે તે મોટા ભાગે નાર્કોટીક મેડ પ્રકારની છે જે પાણી અને જમીન બંનેને નુકસાન કરે છે. જે પ્લાસ્ટિક કોટેડ પીલ્સ છે તેને ફલશીંગની સલાહ નથી. એન્ટી બાયોટીક અને અન્ય પ્રકારની દવાઓના અંશ યમુના નદીમાં જોવા મળ્યા છે.