Junagadh, તા. 3
માણાવદર તાલુકામાં ગેસ તેલનો જથ્થો સહિતના પાતાળમાં હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં દડવા (માતાજી રાંદલ) નાકરા વિસરોમાં આ જથ્થો હોવાનું માનવામાં આવે છે.
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન કંપનીએ સૌરાષ્ટ્રમાં વર્ષ 2022-2023માં સર્વે કરવા વંથલીના નરેડી ગામે ધામા નાખ્યા હતા તેમના સર્વેમાં તેમની ટેકનોલોજી દ્વારા માણાવદરના ધુરી-દડવા રાંદલ, નાકા ગામે ગેસ-તેલનો ભંડાર હોવાનું સામે આવ્યું છે. જમીનના પેટામાં કેટલો જથ્થો છે તે માટે 100 જેટલા એન્જીનીયરો 24 કલાક ડ્રીલીંગની કામગીરી કરી રહ્યા છે.
દડવાના ચાર કિ.મી.ના વિસ્તારમાં 4 કિ.મી. ઉંડે (4000 મીટર)માં વિશ્વની ટેકનોલોજીની મશીનરીથી કામગીરી કરવામાં આવી રહી છે. અગાઉ સેટેલાઇટથી આ વિસ્તારમાં જથ્થો છે તેવું સામે આવ્યું હતું. પ્રથમ નવરાત્રીથી આ કામગીરી કણસાગરા પરિવારના ખેતરમાં ચાલી હોવાનું ગામના સરપંચ જલુ હીરાભાઇએ જણાવ્યું છે.
અગાઉના 2022થી જુનાગઢ-પોરબંદર-રાજકોટ જીલ્લાના એક હજાર ચોરસ કિ.મી.માં પ્રોસેસ કરવામાં આવી હતી. હાલ વિશ્વની સર્વોતમ ટેકનોલોજી દ્વારા ડ્રીલીંગ શરૂ કરવામાં આવ્યું છે. કેટલુ પ્રમાણ ગેસ-તેલનું છે તે સામે આવશે.
હાલ આ તાલુકો ઉદ્યોગ ક્ષેત્રે પછાત થઇ ચુકયો છે. એક વખત માન્ચેસ્ટર ગણાતા માણાવદર તાલુકાના ઓઇલ ગેસ તેલ નીકળે તો ફરી પાછો સોનાનો સુરજ ઉગશે તેવી આશા બંધાણી છે.