Washington,તા.૧૦
ભારત સાથે ચાલી રહેલા ટેરિફ તણાવ વચ્ચે, તાજેતરના સમાચાર સામે આવ્યા છે કે અમેરિકાએ પાકિસ્તાનને એઆઇએમ-૧૨૦ એડવાન્સ્ડ મીડિયમ-રેન્જ એર-ટુ-એર મિસાઇલ્સ (એએમઆપએએએમ) સપ્લાય કરવાની મંજૂરી આપી છે. જોકે, હવે એક મોટી અપડેટ સામે આવી છે. અમેરિકાએ પાકિસ્તાનને આવી કોઈ પણ મિસાઈલ સપ્લાય કરવાની યોજનાનો ઇનકાર કર્યો છે. અગાઉ, એવું અહેવાલ હતું કે પાકિસ્તાનને રેથિયોન કંપની સાથે ૨.૫ બિલિયન ડોલરના સોદામાં છૈંસ્-૧૨૦ ના ઝ્ર૮ અને ડ્ઢ૩ વેરિયન્ટ્સ પ્રાપ્ત થશે, જેની ડિલિવરી મે ૨૦૩૦ માં થવાની છે. આ સોદો પાકિસ્તાનની વાયુસેનાને મજબૂત બનાવી શકે છે અને દક્ષિણ એશિયામાં વ્યૂહાત્મક સંતુલનને અસર કરી શકે છે, ખાસ કરીને ભારત સાથેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે.
યુએસએ સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાન સાથે તેના શસ્ત્રો અંગે આવો કોઈ સોદો કરવામાં આવ્યો નથી. આ અહેવાલોમાં કોઈ સત્ય નથી. તો ચાલો એઆઇએમ-૧૨૦ એએમઆપએએએમ મિસાઈલની ક્ષમતાઓ અને વિશેષતાઓ વિશે જાણીએ.
એઆઇએમ-૧૨૦ એએમઆપએએએમએ ’ફાયર એન્ડ ફોરગેટ’ મિસાઇલ છે, જે યુએસ એરફોર્સની એક અદ્યતન એર-ટુ-એર વેપન સિસ્ટમ છે. સૌપ્રથમ ૧૯૯૧ માં તૈનાત કરાયેલ, આ મિસાઇલમાં સક્રિય રડાર માર્ગદર્શન સિસ્ટમ છે, જે તેને દિવસ અને રાત, બધી હવામાન પરિસ્થિતિઓમાં અસરકારક બનાવે છે. તેનું વજન આશરે ૧૫૪ કિલો (૩૪૦ પાઉન્ડ) છે. તે ઘન-બળતણ રોકેટ મોટર દ્વારા સંચાલિત છે, જે તેને લગભગ ૪,૯૦૦ કિમી/કલાકની ટોચની ગતિ આપે છે. મૂળભૂત વેરિઅન્ટમાં તેની રેન્જ ૫૦ થી ૧૦૦ કિલોમીટર છે, જ્યારે નવીનતમ એઆઇએમ-૧૨૦ ડી વેરિઅન્ટ ૧૬૦ કિલોમીટર સુધી પહોંચી શકે છે.
એઆઇએમ-૧૨૦ એએમઆપએએએમ મિસાઇલમાં ’લુક-ડાઉન, શૂટ-ડાઉન’ ક્ષમતા પણ છે, જેનો અર્થ છે કે તે નીચા સ્તરે ઉડતા દુશ્મન વિમાનનો નાશ કરી શકે છે. તેનું સક્રિય રડાર સ્વતંત્ર રીતે લક્ષ્યોને ટ્રેક કરે છે, અને જીપીએસ-સહાયિત માર્ગદર્શન અને ડેટા લિંક તેને જામિંગ માટે પ્રતિરોધક બનાવે છે. આ મિસાઇલ એકસાથે અનેક લક્ષ્યોને નિશાન બનાવવામાં સક્ષમ છે, જે તેને ડોગફાઇટ અને બિયોન્ડ-વિઝ્યુઅલ-રેન્જમાં અસરકારક બનાવે છે. ૪,૯૦૦ થી વધુ પરીક્ષણ ફાયરિંગ અને ૧૩ સફળ લડાઇઓ સાથે, મિસાઇલે તેની વિશ્વસનીયતા સાબિત કરી છે. હેડ-ઓન હુમલામાં તેનો હિટ રેટ ૯૦ ટકાથી વધુ છે.