Mumbai,તા.05
પ્રિયંકા ચોપરાના બોલીવૂડમાં પુનરાગમનની અટકળો લાંબા સમયથી ચાલે છે. હવે નવી ચર્ચા મુજબ તે રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલની મુખ્ય ભૂમિકા ધરાવતી સંજય લીલા ભણશાળીની ‘લવ એન્ડ વોર’માં એક આઈટમ સોંગ કરે તેવી શક્યતા છે.
પ્રિયંકા અગાઉ સંજય લીલા ભણશાળીની ‘બાજીરાવ મસ્તાની’માં મુખ્ય ભૂમિકા કરી ચૂકી છે. આ ઉપરાંત તેણે રણવીર અને દીપિકાની મુખ્ય ભૂમિકા ધરાવતી સંજય લીલા ભણશાળીની ફિલ્મ ‘રામલીલા’માં પણ એક આઈટમ સોંગ કર્યું હતું.
પ્રિયંકાએ ‘રામલીલા’નાં પોતાનાં ગીતની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેની સાથે તેણે લાંબુ કેપ્શન પણ લખ્યું હતું. પ્રિયંકા ભાગ્યે જ આ રીતે પોતાની કોઈ જૂની ફિલ્મના સીન કે સોંગ વિશે આટલી લાંબી પોસ્ટ કરે છે. તેથી ચાહકો માને છે કે આ કોઈ યોગાનુયોગ નથી અને પ્રિયંકા ‘લવ એન્ડ વોર’ માં પણ આ જ પ્રકારનાં ગીતનો સંકેત આપી રહી છે.