Ayodhyaતા.10
ગુપ્તારઘાટ નજીક બની રહેલાં પાર્કમાં રામાયણની થીમ પર દ્રશ્યો બનાવવામાં આવી રહ્યાં છે. અહીં રામ, લક્ષ્મણ, સુગ્રીવ, હનુમાન, વિભીષણ અને અંગદ જેવાં પાત્રોની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી રહી છે. રામ-રાવણ યુદ્ધના દ્રશ્યને દર્શાવવા માટે રાવણની 25 ફૂટ ઊંચી પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવશે.
આ પ્રતિમાને ઘણાં ભાગોને જોડીને તૈયાર કરવામાં આવશે. ગુપ્તારઘાટ એ સ્થળ છે જ્યાંથી ભગવાન શ્રી રામે પરમધામની યાત્રા કરી હતી. આ પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે તે જણાવવામાં આવ્યું હતું. પર્યટન વિભાગની અન્ય ઘણી યોજનાઓના નિર્માણનું કામ પણ અહીં ચાલી રહ્યું છે. યોગી સરકાર અયોધ્યામાં ભવ્ય રામાયણ પાર્ક બનાવી રહી છે.
તે રામ મંદિરથી 13 કિમી દૂર છે
આ પાર્ક રામ મંદિરથી લગભગ 13 કિલોમીટર દૂર બનાવવામાં આવી રહ્યો છે. આ ઉદ્યાન સંપૂર્ણપણે રામાયણની થીમ પર આધારિત હશે. મૂર્તિઓ દ્વારા રામાયણનાં મુખ્ય વિષયોને જીવંત કરવામાં આવશે. ભવ્ય રામ દરબાર પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે મુખ્ય આકર્ષણ બનશે. જણાવવામાં આવ્યું છે

