Washington,તા.27
અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ વ્યાપારમાં સર્જેલા ટેરીફ વિવાદના કારણે ભારત સહિતના અનેક દેશો સાથેની વ્યાપાર સમજુતીઓ નવેસરથી લખવા માટે અમેરીકી તૈયારીઓ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યુ છે કે ભારત સાથે મળીને કઈક મોટુ કરવા જઈ રહ્યા છીએ અને ટુંક સમયમાં જ અમે ભારત સાથે એક મોટી વ્યાપારી કરાર કરશું.
જોકે ટ્રમ્પે એ પણ જાહેર કર્યુ કે, પહેલા ચીન સાથે વ્યાપાર કરાર પર સહી કરવા જઈ રહ્યા છીએ અને ભારત સાથે પણ એક ખુબજ મોટી ડીલ કરવાની તૈયારી છે.
વ્હાઈટ હાઉસમાં તેઓએ એક કાર્યક્રમ સમયે પત્રકારો સાથેની વાતચીતમાં ચીન સાથેના વ્યાપાર કરારને એક બહેતરીન સોદો ગણાવ્યો હતો અને એ પણ ઉમેયુર્ં કે ભારત સાથે પણ અમે મોટી વ્યાપાર સમજુતી કરવા જઈ રહ્યા છીએ.
અમેરીકામાં તેઓએ રજુ કરેલા બીગ બ્યુટીફુલ બીલ સંબંધી એક કાર્યક્રમમાં ટ્રમ્પે એવો દાવો કર્યો કે દરેક દેશ અમેરીકા સાથે વ્યાપાર સમજુતી કરવા તૈયાર છે; અને તે પોતે તેનો હિસ્સો બનવા પણ માંગે છે.
તેમને મીડીયાને ચીટીયો ભરતા કહ્યું કે થોડા મહિના પહેલા જ પ્રેસના લોકો એવું કહી રહ્યા હતા કે શું કોઈને આ પ્રકારે વ્યાપાર સમજુતીમાં રસ છે. પરંતુ આજે દરેક દેશ અમેરીકા સાથે આ કરાર કરવા ઈચ્છે છે.
ટ્રમ્પે એવો દાવો કર્યો કે ચીન સાથેના વ્યાપાર કરાર ગઈકાલે જ સમજુતી થઈ છે. અને હવે અમે ભારત સાથે એક ખુબજ મોટી ડીલ કરવા જઈ રહ્યા છીએ. ટ્રમ્પે એવું કહ્યું કે અમે દરેક દેશ સાથે આ પ્રકારે કરાર કરશું નહીં અને દરેક સાથે સોદાબાજી પણ નહીં થાય. કેટલાક દેશોને પત્ર લખીને આભાર માનશું અને કહેશું કે તમારે 25-35-45 ટકા તે પ્રમાણે ટેરીફ ભરવું પડશે.
આ અત્યંત સરળ બાબત છે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે અમે ભારત માટે દરવાજા ખોલવા જઈ રહ્યા છે. ચીન સાથેના સોદામાં પણ અમે આ દેશ માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે. જો કે તેમણે ચીન સાથે શું વ્યાપાર કરાર થયા છે તે અંગે કોઈ માહિતી આપી ન હતી.
પરંતુ બાદમાં વ્હાઈટ હાઉસના એક અધિકારીએ એવું જણાવ્યું કે રેર અર્થ સીપમેન્ટમાં ઝડપ લાવવાને અમોએ મહત્વ આપ્યું છે. રોઈટર્સના રીપોર્ટ મુજબ જીનીવામાં જ બન્ને દેશો અંગે સમજુતી થઈ ગઈ હતી. અને મહત્વપૂર્ણ ખનીજ મટીરીયલ કે જે અમેરીકા માટે મહત્વનું છે તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.