મેના ત્રીજા સપ્તાહમાં ચોમાસાના આગમન જેવા વાતાવરણ વચ્ચે ગરમી ચરમસીમાએ પહોંચશે
Rajkot, તા.૨૪
દેશભરના અનેક રાજ્યોમાં ઉનાળો મઘ્યાહન તરફથી આગળ ધપી રહયો છે. ત્યારે રાજ્યમાં આગામી દિવસોમાં આકાશમાંથી અગ્નિવર્ષાનુ વાતાવરણ યથાવત રહેવા શકયતાઓ સર્જન પામી રહી છે. દેશમાં વિધિવત પ્રવેશતુ ચોમાસુ જૂનના પ્રથમ સપ્તાહમાં બેસવાના બદલે મેના આખરમાં પ્રવેશી શકે તેવા વાતાવરણનુ સર્જન થઈ રહયુ છે. આગામી મે માસમાં પ્રથમ સપ્તાહમાં ભારે પવન-વંટોળ અને ભારે ગરમી વચ્ચે વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના વચ્ચે બીજા સપ્તાહમાં આકાશમાંથી અગ્નિવર્ષા થયા બાદ ત્રીજા સપ્તાહથી ચોમાસાનુ વાતાવરણ બંધાવાની શરૂઆત થઈ શકે મેના ત્રીજા-ચોથા સપ્તાહમાં દેશના કેટલાક રાજ્યોના કેટલાક વિસ્તારોમાં વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ત્રાટકવાની શકયતાઓ દેશ અને વિશ્વની હવામાન સંસ્થાઓના નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી છે.
દેશના મોટાભાગના રાજ્યોમાં ભિષણ ગરમીનુ મોજું ચાલી રહેલ છે. ત્યારે કેટલાક રાજ્યોમાં વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ ત્થા સાયકલોનિકલ સરકયુલેશનની અસર વચ્ચે સૂકા પવનો ફૂંકાવાનુ ચાલુ રહેતા દેશના અનેક ભાગોમાં આગામી દિવસોમાં ગરમીનુ મોજુ ચરમસીમાએ પહોંચવા વકી સર્જાય રહી છે.
ચાલુ માસના અંત સુધી ભિષણ ગરમીના પ્રકોપ બાદ મેના પ્રથમ સપ્તાહથી વાતાવરણમાં ફરી પલ્ટો આવવાની સંભાવના વચ્ચે પ્રથમ સપ્તાહના મઘ્યે કે આખરી દિવસોમાં ભારે પવન અને આંધી-વંટોળ વચ્ચે વાવાઝોડાનુ સર્જન થવા સાથે કેટલાક ભાગોમાં થંડરસ્ટ્રોમ-એકિવિટી સાથે કડાકા-ભડાકા સાથે કરાનો વરસાદ ત્રાટકી શકે તેવુ હવામાન પર સતત નજર રાખતી વિશ્વની કેટલીક સંસ્થાઓના હવામાનશાસ્ત્રીઓ દ્વારા આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
આગામી મે માસમાં પ્રથમ સપ્તાહ બાદ ત્રીજા સપ્તાહમાં ફરી ગરમી જોર પકડશે ત્રીજા સપ્તાહના પ્રારંભીક દિવસોમાં વાતાવરણમાં પલ્ટાની શકયતા વચ્ચે વરસાદી (ચોમાસાના આગમન)વાતાવરણ બંધાવાનો પ્રારંભ થયા બાદ મેના આખરી દિવસોમાં દેશના કેટલાક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનુ આગમન થશે. મે માસ દરમ્યાન અરબસાગરમાં પણ હવાનુ હળવા દબાણ સર્જાવાની અને સમય જતા તે વાવાઝોડામાં પરિવર્તીત થઈ પશ્ચિમ ભાગ પાસેથી પસાર થાય તેવી સંભાવનાઓ છે.
Trending
- Moti Paneli પંચાયત હસ્તકની મિલકતની ભાડેથી જાહેર હરાજી કરવામાં આવી
- Jamnagar: પીપર ગામમાં એક રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો: આરોપી ફરાર
- Jamnagar: એક વાડીની કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરી દેવાથી એક યુવાનનું વિજ આંચકો લાગતાં મૃત્યુ
- Upleta: ખાખીજાળીયા ગામની સીમમાંથી જુગારની કલમ પકડાઈ, 11ની ધરપકડ
- Upleta: વડાળી ગામનો શખ્સ ચોરાઉ બાઈક સાથે ઝડપાયો
- Rajkot: જિલ્લામાં પાંચ સ્થળોએ જુગારના દરોડા, પાંચ મહિલા સહિત 27 શકુની ઝડપાયા
- Rajkot: લોક અદાલતમાં ૬૦ ટકા કેસનો સમાધાનથી નિકાલ
- Rajkot: ગાયત્રી નગર મેઇન રોડ પર બાઈક સાથે અકસ્માત બાદ સારવારમાં દમ તોડ્યો