New Delhi,તા.19
BCCI એ મંગળવારે એટલે કે આજે એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. સૂર્યકુમાર યાદવને 15 સભ્યોની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. એવામાં એવા 5 ખેલાડીઓ વિશે જણાવીએ કે જેને ટીમમાં સામેલ કરવામાં નથી આવ્યા. ભારતીય ટીમનો અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું નામ પણ એશિયા કપ ટીમમાં નથી. તેની ધારદાર બોલિંગ સામે મહાન ખેલાડીઓ પણ ધૂળ ચાટે છે. 34 વર્ષીય શમીએ ભારત માટે 25 T20 મેચમાં 27 વિકેટ લીધી છે.યુવા વિકેટકીપર બેટર ઈશાન કિશનને પણ BCCI દ્વારા એશિયા કપ 2025 માટે પસંદ કરવામાં આવ્યો નથી. ઈશાને ભારત માટે 32 T20 મેચમાં 6 ફિફ્ટી સાથે 796 રન બનાવ્યા છે. ઈશાન કિશન પણ ઘાયલ છે. તેનું નામ દુલીપ ટ્રોફીમાં પણ હતું. તે ઈસ્ટ ઝોનનો કેપ્ટન હતો. પરંતુ, ઈજાને કારણે, તે ઉત્તર ઝોન સામે દુલીપ ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચ રમશે નહીં.ભારતીય ટીમનો અનુભવી સ્પિનર યુઝવેન્દ્ર ચહલને એશિયા કપ ટીમમાં સ્થાન મળ્યું નથી. ચહલ ભારત માટે T20માં બીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેના નામે 96 વિકેટ છે. જોકે, ચહલ લાંબા સમયથી ટીમ ઈન્ડિયાથી દૂર છે.ભારતીય ટીમ માટે 42 T20 મેચ રમી ચૂકેલા રવિ બિશ્નોઈને પણ પસંદગીકારોએ એશિયા કપ ટીમમાં સ્થાન આપ્યું ન હતું. બિશ્નોઈએ T20માં ભારત માટે 61 વિકેટ લીધી છે.યુવા વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલની પણ એશિયા કપ માટે પસંદગી કરવામાં આવી ન હતી. જુરેલે ભલે T20 માં ભારત માટે ફક્ત 4 મેચ રમી હોય. પરંતુ, તેણે IPLમાં સાબિત કર્યું છે કે તે એક સારો T20 ખેલાડી પણ છે. સંજુ સેમસન અને જીતેશ શર્માને તે પસંદ કર્યો હતો.