Ahmedabad,તા.૮
રક્ષાબંધનએ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે. આ વર્ષે રક્ષાબંધન ૯ ઓગસ્ટ, શનિવારના રોજ ઉજવવામાં આવશે. હિન્દુ કેલેન્ડર મુજબ, રક્ષાબંધન શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે શ્રાવણ પૂર્ણિમા તિથિ ૮ ઓગસ્ટના રોજ બપોરે ૨ઃ૧૨ વાગ્યાથી ૯ ઓગસ્ટના રોજ બપોરે ૧ઃ૨૪ વાગ્યા સુધી છે. આ વર્ષે રક્ષાબંધનનો શુભ સમય ૭ કલાક ૩૭ મિનિટનો છે. આ સમય દરમિયાન બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધી શકે છે. આ વખતે રાખડી બાંધવાનો શુભ સમય સવારથી બપોર સુધીનો છે, પરંતુ દિવસ દરમિયાન કેટલાક અશુભ સમયો પણ છે, જે ધ્યાનમાં રાખવું જરૂરી છે. રક્ષાબંધનના દિવસે અશુભ સમયમાં રાખડી ન બાંધવી જોઈએ, ખાસ કરીને રાહુકાલ દરમિયાન.
આ દરમિયાન કોઈપણ શુભ કાર્ય પણ ન કરવા જોઇએ, કારણ કે તેમાં અવરોધો આવી શકે છે. દિવસ દરમિયાન અમુક સમય એવો હોય છે, જે મૃત્યુના દેવતા યમરાજ, પાપી ગ્રહ રાહુ અને અશુભ ભદ્ર માટે અનામત હોય છે. આ સમય દરમિયાન શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે. તો ચાલો પંચાંગ પરથી રક્ષાબંધનના શુભ અને અશુભ સમય જાણીએ.
રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત સવારે ૦૫ઃ૪૭ મિનિટથી બપોર ૦૧ઃ૨૪ મિનિટ સુધીનો છે. આ સમય દરમિયાન અમુક અશુભ સમય પણ છે. જો તેને હટાવી દઇએ તો રક્ષાબંધનનાં શુભ મુહૂર્ત આ રીતે છે-
રક્ષાબંધનનું પહેલું શુભ મુહૂર્તઃ સવારે ૦૭ઃ૩૪ વાગ્યાથી સવારે ૦૯ઃ૦૬ વાગ્યા સુધી છે. આ સમય દરમિયાન સૌભાગ્ય યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યા છે.
રક્ષાબંધનના શુભ મુહૂર્તમાં રાહુકાળ સવારે ૦૯ઃ૦૭ વાગ્યાથી સવાર ૧૦ઃ૪૭ મિનિટ સુધી છે. એવામાં ૧ કલાક અને ૪૦ મનિટ સુધી રાહુકાળ રહેશે. આ સમય દરમિયાન બહેન ભાઇને રાખડી ન બાંધે તો સારું રહેશે.
જ્યોતિષ શાસ્ત્રમાં, દુમુહૂર્તને અશુભ સમય પણ માનવામાં આવે છે. આ સમય દરમિયાન તમે જે પણ કાર્ય કરો છો તે અશુભ અને અસફળ થઇ જાય છે. રક્ષાબંધન પર, દુમુહૂર્ત સવારે ૫ઃ૪૭ થી શરૂ થાય છે અને સવારે ૭ઃ૩૪ સુધી ચાલુ રહેશે.
જ્યોતિષશાસ્ત્રમાં, યમરાજને મૃત્યુના દેવતા યમરાજનો સમય માનવામાં આવે છે. તે રાહુકાલ જેટલો જ અમાન્ય હોય છે. રક્ષાબંધનના દિવસે, યમરાજનો સમય બપોરે ૨ઃ૦૬ થી ૩ઃ૪૬ સુધીનો છે. આ સમય દરમિયાન ભૂલથી પણ તમારા ભાઈને રાખડી ન બાંધો.
જોકે રક્ષાબંધનનો સમય ફક્ત બપોરે ૧ઃ૨૪ વાગ્યા સુધીનો છે. પરંતુ શ્રાવણ પૂર્ણિમા તિથિ આખા દિવસ માટે છે. કેટલાક લોકો મુહૂર્ત પછી પણ રાખડી બાંધે છે. આવી સ્થિતિમાં, જો તમે યમગંડનો સમય ટાળો તો સારું રહે છે. પછી સાંજે ૦૬ઃ૧૮ થી ૦૭ઃ૫૨ વાગ્યા સુધીનો સમય વર્જ્ય છે. વર્જ્ય સમય પણ અશુભ ગણવામાં આવે છે. આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય ન કરવું જોઇએ.