New Delhi,તા.21
બાસ્કેટબોલના લેજન્ડ માઈકલ જોર્ડન, ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને ગોલ્ફર ટાઈગર વૂડ્સ માત્ર રમતોના જ કિંગ્સ નથી પણ સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓ પણ છે.
વિશ્વનાં ટોચનાં પાંચ સૌથી ધનિક ખેલાડીઓની વાત કરીએ તો તેમની પાસે અઢળક નાણાં છે. જો આ ટોચનાં પાંચ ખેલાડીઓની કુલ નેટવર્થ ઉમેરવામાં આવે તો તે ઘણાં દેશોની જીડીપી કરતાં પણ વધુ છે.
► માઇકલ જોર્ડન : બાસ્કેટબોલ : અમેરિકા 32,320 કરોડ રૂપિયા
► ટાઇગર વુડ્સ : ગોલ્ફ : અમેરિકા : 22,925 કરોડ રૂપિયા
► આર્નોલ્ડ પામર : અમેરિકા : ગોલ્ફ : 16,548 કરોડ રૂપિયા
► લેબ્રોન જેમ્સ : બાસ્કેટબોલ : અમેરિકા: 14,651 કરોડ રૂપિયા
ઘણા દેશોની જીડીપી કરતાં વધુ છે, તેમની કુલ નેટવર્થ
જોર્ડન, વુડ્સ, રોનાલ્ડો, પામર અને લેબ્રોન જેમ્સની કુલ નેટવર્થને જોડવામાં આવે તો તે 11.79 અબજ ડોલર એટલે કે એક લાખ કરોડ રૂપિયા (1,01613 કરોડ રૂપિયા)થી વધુ છે. દુનિયાનાં ઘણાં દેશોની જીડીપી આના કરતાં ઘણી ઓછી હોય છે.
દેશ જીડીપી
લક્ઝેમ્બર્ગ 52000 કરોડ
માલદિવ્સ 47403 કરોડ
બાર્બાડોસ 47000 કરોડ
સેશેલ્સ 35000 કરોડ
ભૂટાન 29476 કરોડ