Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું
    • Junagadhની સિવિલ હોસ્પિટલ મનોરોગ દર્દીઓ માટે એક શાંતિમય સ્વાસ્થ્ય કેન્દ્ર બન્યું
    • Jamnagarમાં જૂની અદાવતમાં થાર કારથી આઈ-૨૦ને ટક્કર મારી યુવકની હત્યાઃ ત્રણ આરોપી ઝડપાયા
    • Jamnagar: જોડિયાના પીઠડ ગામે પિતા-પુત્રનો ખેડૂત પર લાકડીઓ વડે હુમલો
    • Jamnagarના કનસુમરા જી.આઈ.ડી.સી. પાસે કારમાંથી રૂ. ૮૫ હજારનો વિદેશી દારૂ ઝડપાયો
    • Morbi મ્યુનીસીપલ કમિશ્નર રજા માણતા હતા અને તેની સરકારી ગાડીનો ઘરમાં જ અકસ્માત!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad : ટેલિફોન ડિરેક્ટરીમાંથી નંબર શોધી ઠગે વેપારી સાથે ૬ લાખની ઠગાઈ આચરી
    અમદાવાદ

    Ahmedabad : ટેલિફોન ડિરેક્ટરીમાંથી નંબર શોધી ઠગે વેપારી સાથે ૬ લાખની ઠગાઈ આચરી

    Vikram RavalBy Vikram RavalAugust 28, 2026Updated:September 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    નારોલના વેપારીનો નંબર ટેલિફોનની ડિરેક્ટરીમાં મેળવ્યા બાદ ફોન કરીને રૂ. ૬.૧૬ લાખના ૨ ડીપળીઝર અને ૧ વર્ટિકલ કૂલરનો ઓર્ડર આપ્યો હતો

    Ahmedabad, તા.૨૮

    વેપારીઓની ટેલિફોનની ડિરેક્ટરીમાંથી નંબર શોધીને વેપારી સાથે ઠગાઈ આચરી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નારોલના વેપારીનો નંબર ટેલિફોનની ડિરેક્ટરીમાં મેળવ્યા બાદ ફોન કરીને રૂ. ૬.૧૬ લાખના ૨ ડીપળીઝર અને ૧ વર્ટિકલ કૂલરનો ઓર્ડર આપ્યો હતો અને તેની ચૂકવણી પેટે ચેક આપ્યા હતા. જોકે, નારોલના વેપારીએ ચેક જમા કરાવતા તે બાઉન્સ થયા હતા. આ મામલે નારોલના વેપારીએ પ્રગતિનગર, નારણપુરાના વેપારી વિરુદ્ધ ઠગાઈની પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરાઈ છે.મણિનગરની રામબાગ સોસાયટીમાં રહેતા સુનિલકુમાર બ્રહ્મભટ્ટ નારોલમાં વેપાર-ધંધો કરે છે. ગત વર્ષે જસ્ટડાયલ કંપનીમાંથી તમારો નંબર મળ્યો છે તેમ કહીને એક શખસે ફોન કર્યો હતો અને ડીપળીઝર તેમજ વર્ટિકલ કૂલર માટેના ભાવ અંગેની વાતચીત કરી હતી. ત્યારબાદ વેપારી સુનિલભાઈએ તે શખસને તેમની પ્રોડક્ટનું ભાવ સાથેનું બ્રોશર મોકલી આપ્યું હતું. બાદમાં તે શખસે વેપારીને ફરીથી ફોન કરીને ૨ ડીપળીઝર અને ૧ વર્ટિકલ કૂલરનો ઓર્ડર આપ્યો હતો તથા તેની ચૂકવણી માટે વેપારી પાસેથી તેમની બેંક ડિટેલ પણ મંગાવી હતી. ચેકથી પેમેન્ટ થશે તેવી વેપારી અને તે શખસ વચ્ચે વાતચીત થઈ હતી. ત્યારબાદ વેપારીએ ઓર્ડર પ્રમાણેના ૨ ડીપળીઝર અને ૧ વર્ટિકલ કૂલર પેક કરીને નારણપુરા મોકલી આપવા માટે ટેમ્પો ભાડે કર્યો હતો.આ દરમિયાન તે શખસે વેપારીને ફોન કરીને જણાવ્યું કે, ઓર્ડરની ડિલિવરી પ્રગતિનગર હાઉસિંગ, વરદાન ટાવરની સામે જ મોકલી આપજો, પરંતુ આ મટિરિયલ તમારી ટ્રકમાંથી ખાલી કરીને મારે બીજે મોકલવાનું હોવાથી તમારા ડ્રાઇવરને કહેજો કે મદદ કરે. શખસે આ પ્રકારની વ્યાવસાયિક શૈલીમાં વાત કરતા વેપારીને તેના પર વિશ્વાસ બેસી ગયો હતો. ત્યારબાદ નક્કી થયા મુજબ ડિલિવરી પહોંચી જતાં શખસે આવેલી ટ્રકમાંથી ૨ ડીપફ્રીઝર અને ૧ વર્ટિકલ કૂલર નીચે ઉતરાવીને પોતાની ટ્રકમાં મૂકી દીધા હતા.બીજી બાજુ, શખસે ખરીદેલા મટિરિયલના રૂપિયાનો ચેક બેંકમાં જમા કરાવ્યો હોવાની સ્લિપ પણ નારોલના વેપારીને વોટ્‌સએપ મારફતે મોકલી આપી હતી. દરમિયાન ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં કુલ રૂ. ૬.૧૬ લાખનો માલ ખરીદીને વેપારીને તેના રૂપિયા ચૂકવતો નહોતો. જ્યારે નારોલના વેપારીએ કડકાઈપૂર્વક રૂપિયાની માગણી કરી ત્યારે તે રોજેરોજ બહાના કાઢ્યા કરતો હતો. શખસે આપેલા ચેક બાઉન્સ થતાં સમગ્ર હકીકત સામે આવી હતી. ત્યારબાદ વેપારી સુનિલ બ્રહ્મભટ્ટે આ અંગે હેતલભટ્ટ વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધી તપાસ આદરી છે.જસ્ટડાયલમાંથી વેપારીનો નંબર મેળવ્યા બાદ ફોન કરીને શખસે પોતાની ઓળખ છુપાવવા માટે વેપારી મનીષ પટેલનું નામ ધારણ કરીને વેપારી સાથે વાત કરી હતી. બાદમાં ઓર્ડર મગાવ્યો અને તેના પેમેન્ટ માટે વેપારીએ આપેલા ચેક જમા કરાવવામાં આવ્યા ત્યારે ચેક બાઉન્સ થતાં આખરે સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreli: અયોધ્યાથી નેપાળ ગયેલા અમરેલીના મહંત ગોમતીદાસબાપુ સંપર્કવિહોણા
    Next Article ત્રાગડમાં સરપ્રાઇઝ ચેકિંગમાં ‘આનકી હર્બલ’નો ૨.૬૮ લાખનો મુદ્દામાલ જપ્ત
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: અમૃતસરના ચકચારી હત્યા કેસના ત્રણ આરોપી વાપીમાંથી ઝડપાયા

    October 12, 2026
    અમદાવાદ

    Ahmedabad: ફેબ્રિકેશનનું કામ કરવા આવેલા શખ્સે સગીરાને અડપલાં કર્યાં

    October 12, 2026
    અમદાવાદ

    નવરાત્રિ ટાણે મચ્છરજન્ય રોગચાળાનો રાફડો ફાટ્યો; Ahmedabad સોલા સિવિલમાં જ ૧૪,૩૭૨ દર્દીઓ નોંધાયા

    October 10, 2026
    અમદાવાદ

    ચાલુ વાહને વીડિયો કોલ અને મૂવી જોવાના ટ્રેન્ડ પર Gujarat High Court નારાજ, સરકારને કડક ટકોર

    October 10, 2026
    અમદાવાદ

    ગુજરાતના ભૂતપૂર્વ અગ્નિવીરોને પોલીસ ભરતી પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવશે, નાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi

    October 10, 2026
    અમદાવાદ

    Ahmedabad દારૂડિયા પતિએ પત્ની સમક્ષ ‘સ્વેપિંગ’ની માગ કરી રેપ-મર્ડર કરાવવાની ધમકી આપી

    October 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,380
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,010
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹214,930
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-10-2026 15:05
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026

    Junagadhની સિવિલ હોસ્પિટલ મનોરોગ દર્દીઓ માટે એક શાંતિમય સ્વાસ્થ્ય કેન્દ્ર બન્યું

    October 12, 2026

    Jamnagarમાં જૂની અદાવતમાં થાર કારથી આઈ-૨૦ને ટક્કર મારી યુવકની હત્યાઃ ત્રણ આરોપી ઝડપાયા

    October 12, 2026

    Jamnagar: જોડિયાના પીઠડ ગામે પિતા-પુત્રનો ખેડૂત પર લાકડીઓ વડે હુમલો

    October 12, 2026
    Search
    Main News

    મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ Supreme Courtમાં અરજી દાખલ

    October 12, 2026

    New Delhi: ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન

    October 12, 2026

    Saudi Arabia: એરપોર્ટ પર લાઈનમાં ઊભા હતા અને મિસાઈલ આવીને પડી

    October 12, 2026

    Omanમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો

    October 12, 2026

    EDએ આમ્રપાલી જૂથની ૫૪.૭૧ કરોડની મિલકતો ટાંચમાં લીધી

    October 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.