બે ઠગાઈ સહીત કુલ છ ગુનાનો ભેદ ઉકેલાયો : રૂ. 39 હજારનો મુદ્દામાલ કબ્જે કરતી એલસીબી ઝોન-2
Rajkot,તા.28
શહેર એલસીબી ઝોન-2 ટીમે મોબાઈલમાં વાત કરવાનું કહી મોબાઈલ મેળવી નાસી જતાં ભેજાબાજ ઠગની ધરપકડ કરી છે. પોલીસે અમરેલીના જય દુધાતને ઝડપી ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયેલ ઠગાઈનો ગુનો તેમજ અન્ય પાંચ વણનોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
રાજકોટ શહેર વિસ્તારમાં ઘરફોર ચોરી, વાહન ચોરી તેમજ રિક્ષામાં પેસેન્જરને બેસાડી નજર ચૂકવી રોકડ સહિતની મત્તા ઉઠાવી જતી ગેંગને પકડી પાડવ ગાંધીગ્રામ એસ.કે. ચોક પાસે એક બ્રાઉન કલરનો લેધરનો થેલો લઈને ઊભેલ છે. જેની પાસે થેલામાં ચોરીથી મેળવેલા મોબાઈલ હાજર હોય તેવી હકીકતના આધારે એલસીબી ટીમ દોડી ગઈ હતી.
એલસીબી ટીમે જય મનુભાઈ દુધાત (ઉ.વ. 38 રહે હરિ વ્યાસ સોસાયટી, લીલીયા રોડ, અમરેલી)ને ઝડપી લઇ તેની પાસેથી ત્રણ અલગ અલગ મોબાઈલ, સ્માર્ટવોચ, એરપોર્ટ તથા લેપટોપ બેગ સાથે ઝડપી લીધો હતો. પોલીસે જય દુધાત પાસેથી ત્રણ મોબાઈલ, સ્માર્ટ વોચ, એરપોર્ડ, પ્લાસ્ટિક સ્ટેમ્પ, ચાર સીમકાર્ડ મળી કુલ રૂ. 39,100નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ગાંધીગ્રામ પોલીસ મથકમાં જય દુધાત વિરુદ્ધ ગુનો નોંધાયો હતો
એલસીબીએ જય દુધાતને ઝડપી લીધા બાદ પૂછપરછ શરૂ કરતા તેણે અલગ અલગ પાંચ ઠગાઈની કબુલાત આપતા જણાવ્યું હતું કે, ત્રણ મહિના પહેલા અમદાવાદ રહેતા અનિલભાઈની સાથે નરોડા ગામ ખાતે જઈ પોતાને રૂપિયા લેવાના હોય જેથી અનિલભાઈનો ફોન વાત કરવા માટે મેળવી ગાડી પાર્ક કરવા ગયેલા અનિલભાઈની નજર ચૂકવી ગઠિયો મોબાઇલ લઈને નાસી ગયો હતો. બે માસ પૂર્વે ઓનલાઇન મળેલ નંબર આધારે પ્રોડક્ટ બાબતે માહિતી મેળવવા જુનાગઢના નૌશાદ નામના માણસને મળી સોમનાથ પ્રોડક્ટ બતાવવાની હોવાની જણાવી સોમનાથ મંદિરમાં દર્શન કરવા સામાન લોકરમાં મૂકી ચાવી પોતાની પાસે રાખી મંદિરમાં જઈ બાદ પોતે એક ભાઈને મળી આવવાનું કહી લોકર ખાતે જઈ બ્રાઉન કલરના લેધરની લેપટોપ બેગ જેમાં વિવો મોબાઈલ તથા એરપોર્ડ હોય તે લઈને નાસી ગયો હતો. દોઢ માસ પૂર્વે મોરબીથી રિક્ષામાં બેસી ગોંડલ રોડ સૂર્યકાંત હોટલ પાસે ઊતરી પોતાનો મોબાઈલ બંધ થઈ ગયેલ હોય મને મોબાઈલ વાત કરવા આપો એમ કહી રીક્ષા ચાલક પાસેથી રીયલમી મોબાઇલ મેળવી નાસી ગયો હતો. દસ દિવસ પૂર્વે ઓનલાઇન મળેલ નંબર આધારે પ્રોડક્ટ બાબતે માહિતી મેળવવા જુનાગઢના ધવલ નામના માણસને મળી સોમનાથ પ્રોડક્ટ બતાવવાનું જણાવી મંદિરમાં જઈ લોકરમાં મોબાઇલ મુકાવી બાદમાં ચાવીથી લોકર ખોલાવી વીવો કંપનીનો મોબાઇલ તેમજ સ્માર્ટવોચ મેળવી નાસી ગયાનું તેમજ છ મહિના પૂર્વે અમદાવાદ ખાતે રહેતા કરણનો ઓનલાઈન સંપર્ક કરી તેને આશ્રમ રોડ પર મળી વાત કરવાનું કહી તેનો આઈફોન લઈને નીકળી ગયાની કબુલાત આપી હતી.