Una,તા.1
ગિર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં છેલા ઘણા વર્ષોથી બ્રાહ્મણો દ્વારા શ્રી પરશુરામ ભગવાન નો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાય છે. પરંતુ આ વખતે કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં ઘણા લોકો મૃત્યુ પામ્યા અને ઘણાને ઇજાઓ થઈ. આ હૃદય દ્રાવક ઘટનાને પગલે આ વખતેની શોભાયાત્રા, ડીજે, રાસ ગરબા, વગેરે બંધ રાખી ઉના સમસ્ત બ્રહ્મ સમાજે સાદાયથી ભગવાન પરશુરામ જન્મોત્સવમાં પૂજા, આરતી, અને પ્રાર્થના કરી મૃત્યુ પામેલા નિર્દોષ લોકોના આત્માને શાંતિ મળે તે માટે મૌન પાળી, ઉના પંથકના હજારો ભૂદેવોએ આ વર્ષે ઉત્સવને સાદગી થી ઉજવ્યો હતો.