New Delhi,તા.21
દિલ્હીમાં સ્કુલોને બોમ્બની ધમકી આપવાનો દોર રોકાવવાનું નામ નથી લેતો. હજુ ગઈકાલે જ 50 સ્કુલોને બોમ્બની ધમકી મળ્યા બાદ આજે વધુ 6 સ્કુલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ અને ફાયર બ્રિગેડ ધંધે લાગ્યા હતા.
આજે દિલ્હીના દ્વારકા સેકટર-5 અને પ્રસાદનગર સહિત 6 સ્કુલોને ઈ-મેલમાં બોમ્બની ધમકી મળતા અફડાતફડી મચી ગઈ હતી. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સુરક્ષાના કારણે સ્કુલ પરિચય ખાલી કરાવી બાળકોને ઘેર મોકલી દેવાયા હતા.

