Jaipurતા.26
મુંબઇ બાદ હવે જયપુર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દવાની ધમકી ભર્યો ઇ-મેલ મળ્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલયને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઇ હતી. આ ધમકીના પગલે સુરક્ષા એજન્સીઓ એકશનમાં આવી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી. પરંતુ કોઇ શંકાસ્પદ કે વિસ્ફોટક સામગ્રી ન હોતી મળી.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ જયપુર એરપોર્ટ પ્રશાસનને એરપોર્ટને એક ધમકી ભર્યો ઇ-મેલ મળ્યો હતો. જેમાં એરપોર્ટને વિસ્ફોટકોથી ઉડાવવાની ધમકી અપાઇ હતી. ઇ-મેલ મળતા જ સીઆઇએસએફએ એરપોર્ટના વિવિધ સ્થળે તપાસ હાથ ધરી હતી.
પરંતુ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટ સામગ્રી ન હોતી મળી. ધમકી ભર્યો ઇ-મેલ સીએમઓ મુખ્યમંત્રી કાર્યાલયને પણ મળ્યો હતો. જેમાં લખ્યું હતું એક-બે કલાકમાં સીએમ ઓફીસ ઉડાવી દેવાશે.
ધમકી બાદ સીએમઓમાં પણ તપાસ હાથ ધરી ગુપ્તચર તંત્રે સુરક્ષા વધારી દીધી હતી. હજુ એ સ્પષ્ટ નથી થયું કે ઇ-મેલ કોઇ આતંકી સંગઠને મોકલ્યો કે કોઇ તોફાની તત્વનું કાવતરૂ છે.