પાટણ અને રાજકોટમાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે
Rajkot and Patan,તા.૧૧
રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી એરપોર્ટ, સ્કૂલ અને યુનિવર્સિટીઓમાં ઈમેલ દ્વારા ધમકીઓ મળી રહી છે. ત્યારે પાટણ અને રાજકોટમાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. બન્ને કલેક્ટર કચેરીઓના ઈમેલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. સરકારી ઓફિસને બોમ્બની ધમકી મળતા જ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે દોડી આવી છે અને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, પાટણ કલેક્ટરના મેઇલ આઇડી પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પાટણ કલેક્ટર ઓફિસમાં ૩ વાગ્યે બોમ્બની ધમકી મળી હતી.
જેને લઈને ૨૦૦થી વધુ કર્મચારીઓને કલેક્ટર ઓફિસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ધમકીને પગલે પોલીસનો કાફલો અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કલેક્ટર કચેરીના કેમ્પસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
બીજી તરફ રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ અંગે જિલ્લા કલેક્ટરે પોલીસ વિભાગને જાણ કરી છે. સમગ્ર મામલે ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને પોલીસની ટીમ તપાસ અર્થે કલેક્ટર કચેરી ખાતે પહોંચી છે.
Trending
- કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા
- ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’
- Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા
- Famous TV actress Hina Khan એ તેના સાસરિયાઓની પ્રશંસા કરી છે જે તેને નિઃસ્વાર્થપણે ટેકો આપે છે
- Amjad Khan નો પુત્ર શાદાબ ખાન રાની મુખર્જી સાથે જોવા મળશે
- Shefali Jariwala ના મૃત્યુ પછી, અભિનેતાએ પાપારાઝીઓના અસંવેદનશીલ વલણને જોઈને નારાજગી વ્યક્ત કરી
- 2 જુલાઈનું રાશિફળ
- 2 જુલાઈનું પંચાંગ