Rajkot. તા.7
ધોરાજીના ભાડેરના ખેડૂતને જાનથી મારી નાંખવાની ધમકી આપી વેલારીયાના શખ્સે સમાધાન કરવાં માટે રૂ.10 હજારની ખંડણી માંગતા પાટણવાવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે ધોરાજીના ભાડેર ગામે રહેતાં નીકુંજભાઈ બાબુભાઇ રાબડીયાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અસલમ વલી સુમરાનું નામ આપી જણાવ્યું હતું કે, તે ખેતીકામ કરે છે.
ગઇ તા 05 ના તે ભાડેર ગામથી બાઈક લઈ મિત્ર દૈનીકભાઇ સાવલીયા સાથે જુનાગઢ જતો હતો ત્યારે બપોરના સમયે વંથલીના નાદરખી ગામે પહોચેલ ત્યારે રોડ ઉપર વેલીયારા ગામનો અસલમ સુમરા ઘસી આવેલ અને બોલાચાલી કરી ગાળો બોલવા લાગેલ હતો. જેથી તેને ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાય જઈ કહેવા લાગેલ કે, જુનાગઢ ઝાંઝરડા ચોકડી પાસે મારા માણસો છે, ત્યા આવ એટલે તને જાનથી મારી નાખવો તેવી ધમકી આપતો હતો.
જેથી ફરીયાદી અને તેનો મિત્ર દૈનીકભાઈ બન્ને ત્યાથી ભય લાગતા ઘરે ભાડેર આવતા રહેલ હતા. ત્યારબાદ સાંજના સમયે તે ઘરે હાજર હતો ત્યારે તેના ભાઈ કેયુરભાઈ રાબડીયાને અસલમ સુમરાનો ફોન આવેલ કે, તારા ભાઈ નિકુંજએ અગાઉ મારા ઉપર ટ્રેકટર નાખેલ હતુ.
જેથી ભાઈએ પુછેલ કે, તે અસલમ ઉપર ટ્રેકટર નાખેલ છે, તેમ કહેતા તેમને કહેલ મે, ટ્રેકટર નાખેલ નથી. દરમિયાન આરોપી ફોનમાં ભાઇને ગાળો આપી કહેવા લાગેલ હતો કે, આજે તો તુ બચી ગયેલ હતો પણ જયારે તે ભેગો થાશે ત્યારે તેને મારી જાન થી મારી નાખવો છે અને ગામમા જીવતુ રહેવુ હોય અને સમાધાન કરવુ હોય તો મને રૂ. 10 હજાર આપવા જ પડશે તેમ ધમકી આપતો હતો.
ઉપરાંત ગામના મિત્ર ધર્મેશભાઈ સુરીયાને ફોન ઉપર ધમકી આપેલ કે, ગામમાં જીવતુ રહેવુ હોય અને સમાધાન કરવુ હોય તો મને રૂ. 10,000/- આપવા જ પડશે. જેથી બનાવ અંગેની ફરીયાદ પરથી પાટણવાવ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી.

