Botad તા.10
ગૌતમ પરમાર પોલીસ મહા નિરીક્ષક ભાવનગર વિભાગે દારૂની બદી નેસ્તનાબુદ કરવા સુચના કરેલ જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માની સુચના અને એલસીબીના પો.ઈ. એ.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ બોટાદ એલસીબીના એએસઆઈ ભગીરથસિહ લીંબોલા તથા પો.કોન્સ. બળદેવસિંહ લીંબોલાને બાતમી મળેલ કે ભગીરથભાઈ ફુલભાઈ ધાધલ તથા છત્રપાલભાઈ ઉર્ફે સતુભાઈ સુરેશભાઈ બસીયા રહે. બંને તુરખા વાળાઓ ભેગા મળી.
તુરખા ગામથી દેવધરી ગામ તરફ જવાના રહસ્તે સરકારી દવાખાનાની બાજુમાં આવેલ ખારવાના રસ્તે અશ્ર્વિનભાઈ દાસભાઈ પ્રજાપતિની વાડીએ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે.
જે બાતમી હકીકત આધારે વાડીએ રેડ કરતા વિદેશી દારૂની ભારતીય બનાવટના વિદેશી દારૂની કંપની સીલપેક 750 એમએલની બોટલ નંગ 141 કિ.રૂા.1,97,400 તથા 180 એમએલની કુલ બોટલ નંગ 2014 કિં.રૂા. 6,44,480 મળી કુલ કિ. રૂા.8,41,880નો મુદામાલ કબ્જે કરી આરોપીને પકડી પાડી તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
આરોપીઓ : ભગીરથભાઈ ફુલભાઈ ધાધલ રહે. તુરખા, છત્રપાલ ઉર્ફે સત્તુ સુરેશભાઈ બસીયા રહે. તુરખા, દારૂનો જથ્થો ઉતારવા સારૂ વાડી ભાડે આપનાર વાડીનો ઈજારો ધરાવનાર.

