Morbi,તા.19
મોરબીના વાવડી રોડ પર બે અલગ અલગ સ્થળેથી પોલીસે વરલી જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ અને મોબાઈલ સહિતનો મુદામાલ કબજે લીધો છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમે વાવડી રોડ કબીર આશ્રમ પાસે રેડ કરીઆરોપી મનીષ મહેન્દ્રભાઈ જોષી અને કિશન ભરવાડને વરલી જુગાર રમતા ઝડપી લઈને રોકડ રૂ ૧૦૪૦ જપ્ત કરી છે બીજી રેડ વાવડી રોડ પંચાસર રોડ વચ્ચે રવિપાર્કમાં કરી હતી જ્યાં વરલી જુગાર રમતા અસ્લમશા રમજુશા શાહમદારને ઝડપી લઈને રોકડ રૂ ૧૨૦૦ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ રૂ ૬૨૦૦ નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે