Jamnagar તા.8
જામનગરમાં પોલીસે નાગનાથના નાકે અંબાજીના ચોકમાં જાહેરમાં જુગાર રમી રહેલાં ત્રણ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતાં. પોલીસે આ શખ્સો પાસેથી રૂા.10 હજાર ઉપરાંતની રોકડ રકમ કબ્જે કરી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
સિટી એ ડિવિઝન પોલીસે નાગનાથના નાકે અંબાજીના ચોકમાં જાહેરમાં પાના ટીંચી રહેલાં દીપકભાઇ પરષોતમભાઇ ચાવલીયા (ઉ.વ.62, રહે.ચાંદીબજાર ઝવેરી ઝાપો જામનગર), મહમહદહુશેન ઉર્ફ મમુડી ગફારમીયા કાદરમીયા નાગાણી (ઉ.વ.35, રહે. શાલુપીરની દરગાહ પાછળ મહાકાલ ચોક પાસે મહાપ્રભુજીની બેઠક જામનગર), ઇમરાનભાઇ મજીદભાઇ દરજાદા (ઉ.વ.42, રહે.ખોજાવાડ પીરચોક ખોજા ખાનાની પાછળ ઉમરભાઇનો ચોક જામનગર) નામના ત્રણ શખ્સોને રૂા.10,650 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. પોલીસે તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

