Morbi,તા.19
વિસીપરામાં કેશવાનંદ બાપુના આશ્રમ સામે ઝાડ નીચે જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે વિસીપરામાં રેડ કરી હતી જ્યાં ઝાડના છાંયે જાહેરમાં જુગાર રમતા કિશોર બચુભાઈ કોળી, શનિ ચંદુભાઈ અઘારા અને કરણ રમેશ અગેચણીયા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૩૩૮૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે