Jamnagar તા.16
જામનગરના લાખાબાવળની ગૌચર જમીનના પ્લાટીંગ કરી વેચાણ કર્યાના કાંડમાં સંડોવાયેલ 3 આરોપીઓને પોલીસે પકડી પાડયા છે. પ્લોટ ખરીદનાર 17 લોકોએ પોલીસને રજુઆત કરી હતી. બીજી બાજુ પોલીસે અપીલ કરી છે હજુ કોઇ આ પ્રકારે પ્લાટની ખરીદી કરી હોય તો પોલીસ જાણ કરે..
લાખાબાવળની 326 સર્વેનંબરની ગૌચર જમીનમા 107 પ્લોટ પાડ્યા બાદ વેંચી માર્યાનો કિસ્સો સામે આવ્યો હતો. જે મામલો બહાર આવ્યા બાદ પંચકોશી બી ડિવીઝન પોલીસ સ્ટેશન 16 મે રોજ લેન્ડગ્રે બીંગની ફરીયાદ નોંધાઈ હતી.
આરોપીઓ હરેશ લક્ષ્મીદાસ સોની, પ્રવીણ હસમુખભાઈ ખરા અને દિનેશભાઈ ચરણદાસ પરમારે 15 જાન્યુઆરી 2020થી આજ સુધીના સમયગાળામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરી છે. તેમણે સર્વે નંબર 323 અને 326ની સરકારી ખરાબાની જમીન માટે બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા હતા.
આરોપીઓએ આ જમીન સરકારી હોવાની જાણ હોવા છતાં તેને પોતાની માલિકીની દર્શાવી પ્લોટિંગ કર્યું હતું. સરકારી તપાસ દરમિયાન આ કૌભાંડ બહાર આવ્યું છે. પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020ની કલમ 4(3), 5(ક) અને 5(ગ) હેઠળ ગુનો નોંધ્યો હતો. જે કેસના ત્રણ આરોપીને પોલીસે પકડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રવિણ ખરા, દિનેશ પરમાર અને હરેશ સોનીની પોલીસે ધરપકડ કરી પુછપરછ શરુ કરી છે.