ક્રાઈમ બ્રાન્ચે બાંધકામ ની સાઈટ પર દરોડો પાડી ₹18 350 નું મુદ્દામાલ કબજે કર્યો
Rajkot,તા.05
શહેરના કોઠારીયા ગામ સ્વાતિ પાર્ક મેઇન રોડ એપાર્ટમેન્ટની સાઇટ પર જુગાર રમતા કારખાનેદાર સહિત ત્રણ શખ્સોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી રૂપિયા 18 350 નો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં દારૂ અને જુગારની બદી ડામી દેવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ આપેલી સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચ ના પીઆઇ એમ આર ગોંડલીયા સહિત ના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે કોઠારીયા ગામે સ્વાતી પાર્ક મેન રોડ ઉપર એપાર્ટમેન્ટની સાઈટ પર જુગાર રમાતો હોવાની બાથમી કોન્સ્ટેબલ કરણભાઈ કોઠીવાડ ને મળેલી બાતમીના આધારે પી.એસ.આઇ ચુડાસમા કોન્સ્ટેબલ સંજયભાઈ અલગોતર અરવિંદભાઈ ફતેપરા અને મહાવીરસિંહ જાડેજાએ દરોડો પાડી જુગાર રમતા કોઠારીયા રીંગ રોડ પર સત્યપ્રકાશ સ્કૂલ પાસે બાલાજી પાર્કમાં રહેતા અને કારખાનેદાર ભરત ધનજી વસોયા, હાર્ડવેરના વેપારી વિનોદ ડાહ્યા વેકરીયા અને હરી દવા મેઇન રોડ પર શ્યામ પાર્કમાં રહેતા ઝવેર ભાવચંદ ગજેરાની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા 18350 નો મુદ્દામાલ કબજે કરી ધોરણ 6 ની કાર્યવાહી હાથ ધરી છે