Morbi,તા.11
મોરબી તાલુકામાં બે સ્થળે અને વાંકાનેર શહેરમાં એક સ્થળે પોલીસે રેડ કરી ઈંગ્લીશ દારૂની નાની મોટી ૨૦૧ બોટલના જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
પ્રથમ રેડમાં મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે બાદનપર ગામની સીમમાં રેડ કરી હતી જ્યાં ખેતર પાસે વોકળામાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૩૪ કીમત રૂ ૨૩,૩૨૪ નો જથ્થો મળી આવ્યો હતો જે દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી વિમલ મુલજી જાદવ રહે હાલ આશાપુરા પાર્ક વાવડી, મૂળ રહે બાદનપર વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે બીજી રેડમાં મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે લીલાપર ગામના ઝાપા નજીક રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી લીલાપર ગામના રહેવાસી આરોપી ભરત તુલસી રાઠોડ અને અમિત જગદીશ પરમારને ઝડપી લીધા હતા આરોપીના કબજામાંથી દારૂની બોટલ નંગ ૧૩૨ કીમત રૂ ૧૧,૬૧૬ નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
ત્રીજી રેડમાં વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચંદ્રપુરમાં વતન હોટેલ પાસે ૧૦૦ વારીયામાં રહેતા આરોપી સમીર અબ્દુલ સિપાઈના કબ્જાવાળા મકાનમાં રેડ કરી હતી જ્યાં મકાનમાંથી દારૂના ૧૮૦ મિલીના ચપલા નંગ ૩૫ કીમત રૂ ૫૦૦૦ નો જથ્થો જપ્ત કર્યો હતો રેડ દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે