શરાબની ૧૩૭ બોટલ,૬૦ બિયરના ટીન અને મોબાઈલ મળી, રૂ. ૧.૩૧ લખનો મુદ્દામાલ કબ્જે:
Jetpur,તા.23
જેતપુરમાં આવેલી ધારેશ્વર ચોકડી પાસે દાતાર તકિયા મસ્જિદની પાછળ મુર્ધા કેન્દ્રની બાજુમાં આવેલા ફિલ્ટર પ્લાન પોલીસે વિદેશી દારૂનો દરોડો પાડી, શરાબની ૧૩૭ બોટલ, ૬૦ બિયરના ટીન અને બે મોબાઈલ મળે, રૂ. ૧. ૩૧ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.બનાવની પ્રાપ્ત વિગત મુજબ જેતપુર ઉદ્યોગ નગર પોલીસની ટીમ પેટ્રોલિયમ હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ભાદરમાં સામાકાંઠે રહેતો હરેશ રવજી મકવાણા તથા અમરનગર રોડ પર રહેતો યુવરાજ હરેશભાઈ બસીયા નામના શખ્સો ધારેશ્વર ચોકડી પાસે , દાતાર તકિયા મસ્જિદની પાછળ મુર્ગા કેન્દ્ર ની બાજુમાં આવેલા હરેશ રવજીભાઈ મકવાણાના ફિલ્ટરમ પ્લાને વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે. બાતમી પરથી પોલીસે દરોડો પાડી ફિલ્ટર પ્લાનેથી વિદેશી દારૂની ૧૩૭ બોટલ, ૬૦ બિયરના ટીન અને બે મોબાઈલ મળી, રૂ. ૧.૩૧ લાખના મુદ્દામાલ સાથે, હરેશ રવજીભાઈ મકવાણા, યુવરાજ હરેશભાઈ બસીયા અને આફતાબ ઉર્ફે અમિતભાઈ કુરેશી નામના શખ્સોને જેતપુર ઉદ્યોગ નગર પોલીસની ટીમે ઝડપી લીધા છે.