Morbiતા.12
મોરબી શહેરમાં બે સ્થળે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે તેમજ રાજપર ગામ નજીકથી કારમાં દેશી દારૂનો જથ્થો લઇ જતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે દેશી દારૂ અને કાર સહીતનો મુદામાલ કબજે લીધો છે
પ્રથમ રેડમાં મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાજપર ગામની સીમમાં શનાળાથી રાજપર જતા રોડ પરથી સ્વીફ્ટ કાર જીજે ૩૬ એસી ૭૦૨૧ વાળીને રોકી તલાશી લેતા ૧૭૫ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે ૩૫ હજારનો દેશી દારૂ અને કાર કીમત રૂ ૨ લાખ મળીને રૂ ૨,૩૫,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી ભરત રમેશ બાટ્ટી અને સેઝાદ મુરાદ સોઢા એમ બે ઇસમોને ઝડપી લીધા છે બીજી રેડમાં મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે વિજયનગર શેરી નં ૨ માં રહેતા આરોપી અસ્પાક માણેકના મકાનમાં દરોડો કર્યો હતો આરોપીના મકાનમાંથી દારૂની ૬૦ બોટલ કીમત રૂ ૮૪, ૦૦૦ નો જથ્થો જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી અસ્પાક ઉર્ફે ફતો ઈસ્માઈલ માણેક હાજર મળી આવ્યો ના હતો જેથી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
ત્રીજી રેડમાં મોરબી એ ડીવીઝન પોલીસ ટીમે ગોકુલનગર શેરી નં ૭ ના રહેણાંક મકાનમાં બાતમીને આધારે રેડ કરી હતી આરોપીના મકાનમાંથી દારૂની ૧૨ બોટલ કીમત રૂ ૩૬૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી હિમાલય ઉર્ફે લાલો જગદીશ નકુમને ઝડપી લઈને પ્રોહીબીશન એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે