Amreli, તા.24
સસ્તુ સોનુ આપવાના બ્હાને નકલી સોનું આપી દસ લાખની છેતરપીંડીના ધારી પોલીસ સ્ટેશનના ગુનાના કામે છેતરપીંડી કરનાર બાવરી ગેંગના ત્રણ સભ્યોને રોકડ રકમ, નકલી સોનાના સિક્કા તથા રીક્ષા સહિતનો મુદ્ામાલ મળી કુલ કિંમત રૂપિયા 9,પ8,000ના મુદ્દામાલ સાથે અમરેલી એલ.સી.બી. ટીમે પકડી પાડી ધારી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
આ બનાવમાં પોરબંદર જિલ્લાના માધુપુર (ઘેડ), ગામે આવેલ સાગર શાળાની બાજુમાં રહેતા વનીતાબેન કાનાભાઇ ચૌહાણનેજુનાગઢ જિલ્લાનાં માંગરોળ ગામે રહેતા આરોપી જાબીરભાઇ ઇકબાલભાઇ બાનવાર તથા આસીફભાઇ હૈદરભાઇ રફાઇ તથા બીજા બે અજાણ્યા માણસોએ સસ્તા ભાવે સોનુ ખરીદ કરવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ ગત. તા. 16/6/રપ નાં રોજ વનીતાબેનને ધારી ખાતે બોલાવી તેણી પાસેથી રૂપિયા દસ લાખ રોકડા લઇ અને સાચા સોનાના બદલે ખોટુ સોનુ આપી તેણી પાસેથી રૂપિયા દસ લાખ રોકડા લઇ વિશ્વાસઘાત, ઠગાઇ કરી ગુનો કરેલ હોય. જે અંગે વનીતાબેને આરોપીઓ વિરૂઘ્ધ ધારી પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી.
એલ.સી.બી. પોલીસ ઇન્સ.વી.એમ. કોલાદરાને બાતમી મળેલ અને ટેકનીકલ સોર્સ આધારે જુનાગઢ ગામે રહેતા દીલીપ જીવનભાઇ સોલંકી, ઈશ્વર ગંગારામ વાઘેલા તથા જુનાગઢ જિલ્લાના માંગરોળ ગામે રહેતા આસીફ ભીખુશા રફાઇ સહિત ત્રણ ઇસમોને પકડી પાડી અને પકડાયેલ ઇસમો પાસેથી રોકડ રકમ રૂપિયા 6,40,000, એક સોનાનો સિક્કો વજન1.40 મીલી ગ્રામ કિંમત રૂા. 13,000, સોના જેવા દેખાતા ધાતુના સિક્કા નંગ-પ43 કિંમત રૂા. 2,000, એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિંમત રૂપિયા 3,000, એક ઓટો રીક્ષા નં. જી.જે.-11 યુ.યુ.-73પ4 કિંમત રૂપિયા 3,00,000 મળી કુલ રૂપિયા 9,પ8,000નો મુદામાલ તથા નકલી સોનાના સિક્કા તથા વાહન સહિતનો મુદ્દામાલ કબ્જે કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્ામાલ આગળની કાર્યવાહી થવા ધારી પોલીસ સ્ટેશનમા સોંપી આપેલ છે.
આ બનાવના ઝડપાયેલા આરોપીઓએ આજથી આશરે સવા મહિના પહેલા માધવપુર ખાતે રહેતા અકરમભાઇ તથા ઓસમાણભાઇ તથા વનીતાબેન ચૌહાણ સાથે એનકેન પ્રકારે સંપર્કમાં રહી તેઓને સોનાના સિક્કા ખરીદ કરવાની લાલચ આપી, વિશ્વાસમાં લઇ છેતરપીંડીથી ખોટા પીળી ધાતુના સિક્કા આપી રોકડા રૂપિયા સાત લાખ લઇ નાસી ગયેલ હોવાની હોવાનુ જણાવેલ હતું.
જુનાગઢ બસ સ્ટેશન વિસ્તારમાં એકપુરૂષ મુસાફરને પોતાની પાસે રહેલ પીળી ધાતુના સીક્કાઓ સોનાના હોવાથી સસ્તા ભાવે આપવાની લાલચ આપી છેતરપીંડીથી પચાસ હજાર રૂપિયા રોકડા લઇ ખોટા સિક્કાઓ આપી જતા રહેલ હોવાનુ જણાવેલ છે.