Rajkot,તા.13
શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર 25 વારિયા રેલવે પાટા પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી જુગારના પટમાંથી 12 હજાર રૂપિયા રોકડા કબજે કર્યા છે. વધુ વિગત મુજબ શહેરમાં દારૂ અને જુગારની બદી દામી દેવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા આપેલી સૂચનાને પગલે ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે જામનગર રોડ ઘંટેશ્વર 25 વારીયા રેલવે પાટા પાસે જાહેરમાં જુગાર રમતો હોવાની હેડ કોન્સ્ટેબલ રોહિત દાન ગઢવીને મળેલી બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ રવિભાઈ ગઢવી સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા સાગર બેજૂ ભોજાવીયા, બચ્ચું ગાડું ઝાલા અને વિપુલ લક્ષ્મણ પટેલ શહીદ ત્રણે શક્ષોની ધરપકડ કરી જુગારના પટમાંથી 12 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.