લોકડાયરો, રાસગરબા, અનુષ્ઠાન વગેરે વિવિધ કાર્યક્રમો
Rajkot, તા.૧
રાજકોટના ભાગોળે રતનપરમાં આવેલ વિદ્યા કલ્યાણ ધામ-વૈદિક ગુરૂકુળના આંગણે તા.૨ થી ત્રણ દિવસીય શ્રીયંત્ર પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.
જાણીતા શાસ્ત્રી હિરેનભાઈ ત્રિવેદીના અઘ્યક્ષ સ્થાને વિદ્યા કલ્યાણધામ ખાતે વૈદિક ગુરૂકુળ ચાલી રહ્યું છે. શાસ્ત્રી હિરેનભાઈ ત્રિવેદીના અઘ્યક્ષસ્થાને ત્રિદિવસીય ધાર્મિક ઉત્સવ ઉજવાશે.
તા.૨જીના શુક્રવારના શ્રી ગણપતિ પૂજન, પુણ્યાહવાચન, માતૃકા પૂજન આચાર્યવરણ, મંડપ પ્રવેશ, અરણી મંથન, ગ્રહ શાંતિ વિધાન, સ્થાપિત દેવતા આહવાન, કર્મકુટીર, જલાધિવાસ, ધાન્યાધિવાસ, મહાઆરતી વગેરે અનુષ્ઠાનો કરાશે.
આજે રાત્રે ૯ વાગ્યે વિશ્વ વિખ્યાત લોક કલાકાર કીર્તીદાન ગઢવી તથા સાંઈરામ દવેનો લોકડાયરો તથા સાઘ્વી જયશ્રીદાસ માતાજી સંતવાણી પ્રસ્તુત કરશે. તા.૩જીના શનિવારના પંચાંગ પૂજન, સ્થાપિત પૂજન, મંદિર વાસ્તુ વિધાન સહિતના અનુષ્ઠાનો યોજાશે. રાત્રે ૯ વાગ્યે મહાપ્રસાદ તથા રાત્રે ૯ વાગ્યે રાસ ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જેમાં રાહુલ મહેતા, દેવ ભટ્ટ, મોન્ટુ મહારાજ, સાગર રાવલ, અજય પંડયા તથા પરીમલ ભટ્ટ વગેરે આયોજનમાં ભાગ લઈ રહ્યા છે.
તા.૪થીના રવિવારે વિદ્યા કલ્યાણધામ સંસ્કૃત વિદ્યાલયના પ્રથમ પાટોત્સવ તથા શ્રીયંત્ર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે પંચાંગ પૂજન, સ્તાપિત પૂજન, રત્નન્યાસ ક્રિયા, પ્રાણ પ્રતિષ્ઠા, ઉત્તર યંત્ર, મહામંગલ આરતી સાથે મહોત્સવની પૂર્ણાહૂતિ થશે. તેમ શાસ્ત્રી કલ્પેશ કણાક, જયરાજસિંહ ચુડાસમા તથા ઋતુરાજસિંહ વાઘેલાએ જણાવેલ છે. આ પ્રસંગે સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.